બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જો તમે વજન ઘટાડવાનો (Weight Loss) પ્રયત્ન કરી રહ્યા છો તો તેની સાથે જોડાયેલી અમુક રીતો વિશે જરૂરથી જાણી લેવું જોઈએ. જો તમે આ નિયમોને ફોલો નહીં કરો તો ગમે તેટલી મહેનત કરી લો વજન ઓછુ નહીં કરી શકો.
કેલેરી પર નજર
ડિનરમાં તમે કેટલી કેલેરી લઈ રહ્યા છો. તેની વેટ લોસ પર ખૂબ અસર પડે છે. નક્કી કરેલી માત્રામાં કેલેરી લો અને ડિનર કર્યા બાદ કંઈ પણ ન ખાઓ.
ADVERTISEMENT

આ પ્રકારે ન ખાઓ
ટીવી અથવા મોબાઈલ પર કંઈ જોતા જોતા ભોજન ન કરો. જો તમે આ રીતે ભોજન કરશો તો નુકસાન થઈ શકે છે. આ પ્રકારે ભોજન કરવાથી તમે નક્કી કરેલી માત્રાથી વધારે કેલેરી લઈ લો છો જેના કારણે વજન વધી શકે છે.
ADVERTISEMENT
વધુ ભોજન ન કરો
મોટા મીલ્સની વચ્ચે કંઈકને કંઈક જરૂર ખાવું જોઈએ. હેલ્દી સ્નેક્સ લો. તેનાથી તમે ભોજન કરતી વખતે વધારે ભોજન કરવાથી બચી જશો અને મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે.

ADVERTISEMENT
હલકો ખોરાક લો
રાતના સમયે હલ્કુ ભોજન કરો. જો તમે ભારે ભોજન કરો છો તો તેનાથી મેટાબોલિઝમ પર અસર પડે છે. હલ્કુ ભોજન કરવાથી ડાઈઝેશન સારૂ રહેશે અને આ મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરશે. આ કારણે વજન ઘટવામાં મદદ મળશે.
મીલ સ્કિપ ન કરો
વજન ઘટાવા માટે લોકો મોટાભાગે મીલ સ્કિપ કરે છે. તેનાથી નુકસાન થાય છે. મીલ સ્કિપ કરવાથી તમે નક્કી કરેલા પ્રમાણ કરતા વધુ ભોજન કરવા લાગો છો. માટે દિવસમાં લંચ અથવા રાતમાં ડિનર સ્કિપ કરવાની ભૂલ ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.