ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઊંઘ નથી આવતી? રાતે સુતા પહેલાં પગે પહેરી લેજો આ ચીજ, તરત ઘસઘસાટ ઊંઘમાં

હેલ્થ / ઊંઘ નથી આવતી? રાતે સુતા પહેલાં પગે પહેરી લેજો આ ચીજ, તરત ઘસઘસાટ ઊંઘમાં

Published By: Nirav Kumar

Last Updated: 12:15 AM, 26 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે,શિયાળામાં રાત્રે ઊંઘતી વખતે પગમાં મોજાં પહેરવાથી ઊંઘ સારી આવે છે? આ અંગે સ્ટડી શુ કહે છે તે જાણીએ.

ADVERTISEMENT

શિયાળામાં ધાબળામાં લપ્પાઈને સુવાની અલગ જ મઝા છે. જેમાં ઘણા લોકો જેકેટ અને પગમાં મોજાં પહેરીને ઊંઘતા હોય છે. આમ જોઈએ તો રાત્રે મોજાં પહેરવાથી શરીરનું તાપમાન ઘટે છે જે ઊંઘ માટે નેચરલ સિગ્નલનું કામ કરે છે. તો ચાલો જાણીએ કે, પગના મોજાં ખરેખર ઊંઘને અસર કરે છે કે પછી તે માત્ર એક ટ્રેન્ડ છે?

એક્સપર્ટ અને સ્ટડી સૂચવે છે કે, પગમાં મોજાં પહેરીને સૂવાથી શરીરમાં અમુક ફેરફારો થાય છે જે તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. જેમાં ગરમ પગ રક્તવાહિનીઓને ફેલાવે છે, શરીરનું તાપમાન ઘટાડે છે. તમારા શરીરનું તાપમાન તમારા સર્કેડિયન રીધમ સાથે જોડાયેલું છે જે 24 કલાકની ઇનર કલોક છે, જે તમારા ઊંઘ-જાગવાની સાયકલને કંટ્રોલ કરે છે. તે દિવસભર વધઘટ થાય છે, પરંતુ તમારા શરીરનું તાપમાન સામાન્ય રીતે બપોરે સૌથી વધુ હોય છે અને જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે ટોપ પર હોય છે.

જેમાં કે એક સ્ટડી અનુસાર, મોજાં પહેરનારાઓ 7.5 મિનિટ વહેલા સૂઈ જાય છે. રાત્રે પગમાં મોજાં પહેરવાથી રક્ત પરિભ્રમણમાં 25 ટકાનો સુધારો થાય છે. જે રેનોડ અને ડાયાબિટીસમાં ફાળો આપે છે. આ ઓક્સિજન લેવલમાં સુધારો કરે છે. જે મેનોપોઝલ સ્ત્રીઓ રાત્રે મોજાં પહેરીને સૂવે છે તેઓ ઓછી ગરમી ફીલ કરે છે. કેમ કે ગરમ પગ શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે.

vtv app promotion
  • સંભવિત જોખમો
    ખૂબ ટાઈટ મોજાં પહેરવાથી તમારા પગ અને અંગૂઠામાં રક્ત પ્રવાહ ઘટી શકે છે અને તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમારા મોજાં તમારી નસો પર ખૂબ દબાણ લાવે તો તમારા પગ સુન્ન થઈ શકે છે.

જો તમને વેસ્ક્યુલર રોગ (PD) કે ડાયાબિટીસ હોય તો આ જોખમ વધુ છે. સૂતી વખતે ટાઈટ મોજાં પહેરવાથી તમારા પગ અને અંગૂઠામાં રક્ત પ્રવાહ મર્યાદિત થઈ શકે છે. જે પગમાં દુખાવો, ઘા રૂઝવામાં મોડું તેવું અને ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. મોજા પહેરીને સૂવાથી તમારા પગ ગરમ અને પરસેવાવાળા થઈ શકે છે જેથી વધુ પડતી ગરમી ઊંઘવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ગરમ, ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયા અને ફૂગ વધે છે આથી તમારા મોજાંની અંદર પરસેવો થવાથી દુર્ગંધ અને ત્વચાનું ઇન્ફેક્શન થઈ શકે છે.

વધુ વાંચો : પેટમાં બની રહ્યો છે ભયંકર ગેસ? કિચનની આ 3 ચીજોથી મિનિટોમાં મળશે આરામ

  • મોજાં કેવા પહેરવા
    જો તમને રક્ત પરિભ્રમણની સમસ્યા ન હોય તો સૂતી વખતે મોજાં પહેરવા સલામત છે. એના માટે આરામદાયક, છૂટા ફિટિંગ મોજાં પસંદ કરો. તમારા મોજાં તમારા પગ પર ખૂબ ટાઈટ ન હોવા જોઈએ. જો તમને આખી રાત ગરમી લાગે તો છૂટા મોજાં કાઢવામાં સરળ રહેશે. તમારા પગને સૂકા રાખવા માટે લાઈટ મોજાં પહેરવાનો પ્રયાસ કરો. પોલીએસ્ટર કે રેયોન જેવા કાપડ પરસેવાવાળા મોજાંમાં ભેજ ફસાઈ શકે છે. કપાસ કે મેરિનો ઊન જેવી કુદરતી વસ્તુથી બનેલા મોજા તમારા પગને ઠંડા અને સૂકા રાખવામાં મદદ કરે છે.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sleep Wearing Socks Socks

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ