ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નાળિયેરની અંદર આટલું બધું પાણી ક્યાંથી આવે છે? નળ કે પાઇપ નહીં, જાણો આ પાછળનું રસપ્રદ વિજ્ઞાન!
6 ફોટો ગેલેરી
Last Updated: 08:12 PM, 3 September 2026
1/6
નારિયેળનું પાણી આપણે બધા પીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે તેમાં આટલું સ્વચ્છ અને મીઠું પાણી ક્યાંથી આવે છે? ઝાડ પર કોઈ નળ કે પાઈપ નથી છતાં 60-80 ફૂટ ઊંચા નારિયેળના વૃક્ષની ટોચે લાગેલા ફળમાં પાણી કેવી રીતે ભરાય છે? આ પાછળનું વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો જાણીએ આ રહસ્ય વિષે.
2/6
નારિયેળના ઝાડના મૂળ જમીનમાંથી પાણી અને તેમાં ઓગળેલા ખનિજ તત્ત્વો શોષે છે. આ પાણી જડોમાંથી થડની અંદરની જાઇલમ નામની બારીક નળીઓ જેવી રચના દ્વારા ઉપર તરફ જાય છે. આ જાઇલમ પાણીને ઝાડની સૌથી ઊંચી ડાળીઓ અને ફળો સુધી પહોંચાડે છે. એટલે જ એટલા ઊંચા વૃક્ષ પર પણ પાણી સરળતાથી પહોંચી જાય છે.
ADVERTISEMENT
3/6
હવે પ્રશ્ન એ છે કે આ પાણી ફળની અંદર કેવી રીતે જમા થાય છે. જ્યારે નારિયેળનું ફળ બનવાનું શરૂ થાય છે ત્યારે તે નાના બીજ જેવું હોય છે. તેની અંદર એક પ્રવાહી પદાર્થ બને છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં લિક્વિડ એન્ડોસ્પર્મ કહે છે. ઝાડ પોતાના પાંદડામાં પ્રકાશસંશ્લેષણ દ્વારા ખાંડ અને પોષક તત્ત્વો બનાવે છે.
4/6
ADVERTISEMENT
5/6
તે અંદર વિકસતા બીજ માટે ખોરાકનો ભંડાર હોય છે. શરૂઆતમાં બીજ કમજોર હોય છે અને પોતે પોષણ બનાવી શકતું નથી ત્યારે આ પ્રવાહી તેને જરૂરી પોષણ આપે છે. જેમ-જેમ નારિયેળ પાકે છે તેમ આ પ્રવાહી ઘટ્ટ થઈને સફેદ પલ્પમાં બદલાય છે. એટલે જ કાચા હરિયાળા નારિયેળમાં પાણી વધુ અને પાકેલામાં પલ્પ વધુ હોય છે.
6/6
નારિયેળનું બાહ્ય આવરણ પણ મહત્વનું છે. કેમ કે, બહારની રેસાદાર પડ અને અંદરની સખત છાલ પાણીને ગરમી, કીડા-મકોડા અને નમીના નુકસાનથી બચાવે છે. એટલે જ નારિયેળનું પાણી મહિનાઓ સુધી અંદર તાજું અને સુરક્ષિત રહે છે. એક સરેરાશ હરિયાળા નારિયેળમાં 200થી 800 મીલીલિટર પાણી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ