બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Watch video, both AC and ceiling fan be on in summer or not

Video / ઉનાળામાં AC અને પંખો બંને સાથે ચાલુ રાખવા જોઈએ કે નહીં? જુઓ વીડિયો

Vidhata

Last Updated: 01:27 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંખો અને AC બંને એકસાથે ચાલુ રાખવા જોઈએ કે નહીં? AC સાથે પંખો ચાલુ રાખવાથી ફાયદો થાય કે નુકસાન? યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું કહેવું છે કે AC સાથે પંખો ચાલુ રાખવાથી ફાયદો થાય છે.

પંખો અને AC બંને એકસાથે ચાલુ રાખવા જોઈએ કે નહીં? AC સાથે પંખો ચાલુ રાખવાથી ફાયદો થાય કે નુકસાન? તો જણાવી દઈએ કે ફાયદો થાય છે... યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું કહેવું છે કે AC સાથે પંખો ચાલુ રાખવાથી ફાયદો થાય છે. હવે આ ફાયદો કેવી રીતે થાય છે એ સમજવા માટે તમારે પહેલા એ સમજવું પડે કે પંખો કેવી રીતે કામ કરે છે. પંખો ઉપરની હવાને નીચે ફેકે છે અને આખા રૂમમાં પવનનો અહેસાસ થાય છે અને હવે જ્યારે એ જ રૂમમાં AC ચાલુ હોય તો AC રૂમની હોવાને ઠંડી કરશે. હવે જ્યારે પંખો ચાલુ છે ત્યારે એક પણ એવો ખુણો નહીં બચે જે ખૂણામાં ગરમ હવા હશે, આખા રૂમની હવા ઠંડી થઈ જશે.

 

જ્યારે AC સાથે પંખો ચાલુ હોય ત્યારે વાતાવરણમાં થોડી વધારે જ ઠંડક આવી જાય છે એના કારણે ACનું ટેમ્પરેચર બેથી ત્રણ ડિગ્રી ઓછું રાખવું પડે છે, જે અંતે સારું છે કારણ કે આનાથી વીજળી બચશે અને છેલ્લે તમારા પૈસા પણ બચશે. ACમાં આઉટડોર અને એક ઇન્ડોર યુનિટ હોય છે એમાં આઉટડોર યુનિટનું કામ છે ગરમ હોવાને ઠંડી કરવી, ઇન્ડોર યુનિટનું કામ છે ACના અલગ અલગ કંટ્રોલને હેન્ડલ કરવાનું.

વધુ વાંચો: Instagram પર આવ્યું નવું ફીચર, હવે DP માં રાખી શકાશે તમારૂ મનપસંદ સોંગ, આ રીતે કરો સેટિંગ

ધારો કે ટેમ્પરેચર 23 સેટ કર્યું છે તો જ્યારે રૂમનું ટેમ્પરેચર ઇન્ડોર યુનિટના સેન્સરમાં 23 ડિગ્રી પહોંચી જશે ત્યારે એ આઉટડોર યુનિટ પોતાનું કોમ્પ્રેસર બંધ કરી નાખશે. અને જ્યારે ટેમ્પરેચર ફરીથી એકવાર રૂમનું વધશે ત્યારે કોમ્પ્રેસર આપોઆપ શરૂ થઈ જશે. AC આ રીતે કામ કરે છે. એટલે હવે તમે જ ગણતરી કરી લો કે રૂમ જલ્દી ઠંડો થઈ જાય તો આઉટડોર યુનિટનું કોમ્પ્રેસર બંધ થઈ જશે અને વીજળી બચશે. ટૂંકમાં AC ની સાથે પંખો ચાલુ રાખવાથી ફાયદો જ ફાયદો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ