બ્રેકિંગ ન્યુઝ
VTV / Instagram New Feature, Add music on Profile Picture
Last Updated: 11:55 AM, 9 April 2024
આજકાલ દરેક વ્યક્તિ Instagram નો ઉપયોગ કરે છે અને તેમાંથી ઘણા લોકો Instagram પર કન્ટેન્ટ ક્રિએટર પણ છે. જો તમે પણ Instagram પર એક્ટિવ રહો છો અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ દરેક ફીચરનો ઉપયોગ કરો છો, તો તમને આ ફીચર પણ ઘણું પસંદ આવશે. અત્યાર સુધીમાં તમે તમારા ફોટો, સ્ટોરી અને રીલ્સ પર જ ગીતો લગાવીને પોસ્ટ કર્યા હશે. હવે તમે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો પર પણ એક સરસ ગીત મૂકી શકો છો. આનથી જ્યારે પણ કોઈ તમારો પ્રોફાઇલ ફોટો ખોલશે, ત્યારે તેને તમે સેટ કરેલું ગીત સાંભળવા મળશે.
ADVERTISEMENT
તમારા Instagram પ્રોફાઇલ ફોટો પર ગીત સેટ કરવા માટે, તમારે તમારી પ્રોફાઇલ સેટિંગ્સમાં આ એડ કરવું પડશે. એના માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો.
Instagramના DP પર આ રીતે લગાવો ગીત
ADVERTISEMENT
આ માટે તમારે ફક્ત તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જવું પડશે. આ પછી, એડિટ પ્રોફાઇલના ઓપ્શન પર ક્લિક કરો, થોડું નીચે સ્ક્રોલ કરો અને મ્યુઝિકનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો. તમને સ્ક્રીન પર ઘણા ગીતોનું લિસ્ટ દેખાશે, અથવા તમે સર્ચ બારમાં ગીત લખીને સર્ચ કરી શકો છો. હવે તમે તમારી પસંદનું કોઈપણ ગીત પસંદ કરી શકો છો અને તેને પ્રોફાઈલ પિક્ચર પર સેટ કરી શકો છો. આ પછી, જ્યારે પણ કોઈ તમારી પ્રોફાઇલ પર જશે અથવા ઓપન કરશે, તો તેને તમે સેટ કરેલું ગીત સાંભળવા મળશે.
હવે તમારામાંથી કેટલાકને સવાલ થતો હશે કે તમારી પ્રોફાઇલ પર આ ઓપ્શન કેમ નથી દેખાતું? તમને જણાવી દઈએ કે જો તમારે આ ફીચરની મજા લેવી હોય તો એક વાતનું ધ્યાન રાખો કે તમને આ મજેદાર વિકલ્પ ત્યારે જ મળશે જ્યારે તમારું ઈન્સ્ટાગ્રામ અપડેટેડ હશે. તેથી, જો તમને તમારી Instagram પ્રોફાઇલ પર આ ઓપ્શન નથી દેખાતું, તો પછી Google Play Store પર જાઓ અને તમારું Instagram અપડેટ કરો.
ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ ઑડિયો
જો તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવો છો પરંતુ તે વાયરલ થતી નથી, તો આ ફીચરથી તમારું કામ સરળ થઈ જશે. અહીં અમે તમને જણાવીશું કે તમે તમારી રીલ પર ટ્રેન્ડિંગ ઑડિયો કેવી રીતે મૂકી શકો છો. આ પછી તમારી રીલ વાયરલ થવાની શક્યતા વધી જાય છે.
આ પ્રોસેસ ફોલો કરો
આ માટે તમારે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર જવું પડશે અને પ્રોફેશનલ ડેશબોર્ડ પર ક્લિક કરવું પડશે. અહીં નીચે આવશો તો તમને ટ્રેન્ડિંગ ઑડિયોનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરો. આ પછી તમને અહીં ઘણા ટ્રેન્ડિંગ ઑડિયો જોવા મળશે. તમે આમાંથી કોઈપણ એક ગીત પસંદ કરી શકો છો, આ ગીતોનો ઉપયોગ કરીને તમે તમારો વીડિયો વાયરલ કરી શકો છો. આનાથી તમારા વીડિયો-રીલ્સના વાયરલ થવાની શક્યતા વધી જાય છે.
વધુ વાંચો: ગૂગલમાં આવ્યું જબરદસ્ત ફિચર, સ્ક્રીન પર દેખાતા કોઈપણ ટેક્સ્ટનું થઈ જશે રિયલ ટાઈમ ટ્રાન્સલેશન
આ સિવાય, જો તમે વધુ મહેનત કરવા માંગતા ન હોવ, તો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સને સ્ક્રોલ કરતી વખતે, રીલ્સના ઑડિયો પણ ધ્યાનથી જુઓ. જે ઑડિયોની સામે એરોનું નિશાન હશે તે ઑડિયો ટ્રેન્ડિંગમાં હશે. આનથી તમે તમારી રીલ્સ પર પણ ઘણા બધા વ્યુ મેળવી શકો છો. આ રીતથી દ્વારા તમે Instagram પર વાયરલ થઈ શકો છો અને તમારી Instagram પ્રોફાઇલને આકર્ષક પણ બનાવી શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.