બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / google circle to search feature now translate test in real time
ગુગલ દુનિયાની ફેમસ ટેક જાયન્ટ કંપની છે. આ કંપની સ્માર્ટફોન પણ બનાવે છે. જેનાથી પિક્સલ ફોન તેનું ફેમસ પ્રોડક્ટ માનવામાં આવે છે. સાથે જ આ કંપની પોતાના યુઝર્સ માટે સમય સમય પર નવા નવા ફિચર્સ લાવી રહી છે. જે તેમના ખૂબ કામ આવે છે. હાલમાં જ ગુગલે Circle To Search નામનું નવું ફિચર લોન્ચ કર્યું છે. જેને અત્યાર સુધી સર્ચનું સૌથી ખાસ ફિચર માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
હવે ગુગલ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે જેનાથી તમારા ફોનની સ્ક્રીન પર દેખાતા કોઈ પણ ટેક્ટ્સ સમજવામાં સરળતા રહેશે. સર્કલ ટૂ સર્ચ ફિચર કોઈ પણ ટેક્સ્ટને રિયલ ટાઈમમાં ટ્રાન્સલેટ કરશે. એન્ડ્રોયડ એનાલિસ્ટ મિશાલ રહમાનના જણાવ્યા અનુસાર યુઝર્સને અહીં રિયલ-ટાઈમ ટ્રાન્સલેશન ટૂલ મળવાનું શરૂ થઈ ગયું છે.
તેમણે એક્સ પર પોસ્ટ કરતા તેની જાણકારી આપી છે. જોકે ગુગલે હાલ આ ફિચરને ઓફિશ્યલ રીતે લોન્ચ નથી કર્યું અને હાલ આ ફક્ત સિલેક્ટેડ યુઝર્સને જ મળી રહ્યું છે. આવો તમને આ ફિચર વિશે વિસ્તારથી જણાવીએ.
ADVERTISEMENT
Circle to Search is rolling out in-line translation support!@Google announced last week that Circle to Search will add a new button that lets you instantly translate text onscreen, and this has now started to roll out to some users.
— Mishaal Rahman (@MishaalRahman) April 3, 2024
(Thanks to Rahul on Telegram for the tip!) pic.twitter.com/PaYOlELRYX
ADVERTISEMENT
Circle To Search કરશે ટેક્સ્ટનું ટ્રાન્સલેશન
હાલમાં જ ગુગલે અમુક જુના Pixel મોડલ્સ માટે Circle To Search ફિચર જાહેર કર્યું હતું. સાથે જ એમ પણ જણાવ્યું હતું કે આવનાર સમયમાં આ ફિચર રિયલ-ટાઈમમાં ટ્રાન્સલેશન કરી શકશે. હવે એવું લાગી રહ્યું છે કે આ ફિચર અમુક યુઝર્સને મળવાનું શરૂ થઈ ગયું છે.
કઈ રીતે કરશો આ ફિચરનો ઉપયોગ
આ ફિચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ફક્ત Circle To Searchને ઓપન કરવાનું રહેશે અને પછી નવા ટ્રાન્સલેટ બટનને પ્રેસ કરવાનું રહેશે. ત્યાર બાદ ટ્રાન્સલેશન શરૂ થઈ જશે અને તેજ સ્ક્રીન પર ટ્રાન્સલેટ કરેલું ટેક્સ્ટ સરળ ભાષામાં જોવા મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો: WhatsApp માં આવ્યું જબરદસ્ત ફિચર, કોઈ તમારું લોકેશન ટ્રેક નહીં કરી શકે
આ નવું ફિચર બિલકુલ ગુગલ ટ્રાન્સલેટની જેમ કામ કરે છે. એટલે કે સ્ક્રીન પર દેખાતા ટેક્સ્ટને સરળતાથી ટ્રાન્સલેટ કરી દે છે. સર્કલ ટૂ સર્ચમાં આ ફિચરને જોડીને ગુગલ તેને વધારે સરળ અને સહજ બનાવી રહ્યું છે. આ ફિચરનો ફાયદો ઉઠવવા માટે તમારી પાસે Pixel કે સેમસંગનો એવો ફોન હોવો જોઈએ જે આ પિચરને સપોર્ટ કરતો હોય.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.