Exclusive / કાંકરિયા રાઈડ તૂટવા મામલે મોટો ખુલાસો, AMC એમ્યુઝમેન્ટ પાર્કમાં છે ભાગીદાર

અમદાવાદ કાંકરિયા દુર્ઘટના મામલે VTV સૌથી મોટો ખુલાસો કરે છે. કાંકરિયા રાઈડની દુર્ઘટનામાં AMC જવાબદારીમાંથી છટકવા માગે છે. ત્યારે એમ્યુઝમેન્ટ પાર્કમાં AMC ભાગીદાર હોવાનો VTV દ્વારા ખુલાસો કરવામાં આવે છે.. AMC દ્વારા સુપર સ્ટાર કંપનીને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. વર્ષ 2012માં મેયર બીજલ પટેલ રિક્રિએશન કમિટીના ચેરમેન હતા . ત્યારે સુપર સ્ટાર કંપનીને  20 વર્ષ માટે એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 20 વર્ષ માટે આપવામાં આવેલા આ કોન્ટ્રાક્ટના કરારમાં એમ્યુઝમેન્ટ પાર્કની ટિકિટની 10 ટકા રકમ...અને જાહેર ખબરની 15 ટકા રકમ AMCને આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ કોર્ટ ની 10 ટકા રકમ પણ AMC લેતુ હતુ. છતાં દુર્ઘટનાની જવાબદારી કોર્પોરેશન સ્વીકારતું નથી. અને મેયર બીજલ પટેલ આ સમગ્ર ઘટનામાંથી છટકવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ કોન્ટ્રાક્ટના પુરાવા VTV પાસે છે. માટે જ મેયર બીજલ પટેલને કહેવાનું કે જુવો આ કોન્ટ્રાક્ટનો લેટર જેમાં AMC એમ્યુઝમેન્ટ પાર્કમાં ભાગીદાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.....

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ