બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / VTV Exclusive interview with gujarat bjp president jitu vaghani

VTV Exclusive / જીતુ વાઘાણીએ સ્વીકાર્યુ કે ગુજરાતમાં મંદી છે, જણાવ્યુ આ કારણ

Published By: Gayatri

Last Updated: 05:19 PM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે VTV ની ખાસ મુલાકતમાં ઘણા ચોટદાર સવાલ-જવાબ થયા હતા જેમાં ગુજરાતમાં ચુંટણી કયા મુદ્દે લડાવી જોઈએ ? જ્ઞાતિવાદી સમીકરણો ન હોવા જોઈએ, મંદી, શિક્ષણ, રોજગારી જેવા મુદ્દા પર ચુંટણી લડાવી જોઈએ. વગેરે જેવા પ્રશ્નો ના જવાબ VTVએ મેળવ્યા હતા. વળી ખેડૂતને સારા ભાવ મળે વેપારીઓના ધંધા વધે, રોજગારી હોય તો સારુ, આરોગ્ય જેવા મુદે ચુંટણી લડાવી જોઈએ તેવા મુદ્દે પણ પ્રશ્ન જવાબ કર્યા હતા.

જીતુ વાઘાણી સાથે VTV ની ખાસ મુલાકત લીધી હતી જેમાં  ભાજપ પ્રદેશ અધ્યક્ષને VTVના સીધા સવાલ પુછ્યા હતા જેમાંથી કેટલાકના સંતોષકારક જવાબ મળ્યા હતા તો કેટલાકના જવાબ આપવાનું તેમણે સિફતથી ટાળ્યુ હતુ.  પ્રસ્તુત છે શબ્દસહ તેમની સાથેની મુલાકાત. 

શું છે આ વખતની ચૂંટણીનું ગણિત? 

પ્ર. મંત્રી મંડળમાં જીતુ ભાઈનુ સ્થાન કેટલુ?

જ. અમારે ત્યાં સામૂહિક નૈતૃત્વ છે. બાકી નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે. મારે તો તેમના નૈતૃત્વમાં કામ જ કરવાનું છે. મને એમ લાગે છે કે હું નસીબદાર છું. અને અમારી પાર્ટીના નાનામાં નાન કાર્યકરો પણ પાર્ટીની સફળતમાં ફાળો છે. 

પ્ર. ગુજરાતમાં મંદી છે?

ચાઈના અને અમેરિકાની દુશ્મનીની અસર વૈશ્વિક લેવલે પડી રહી છે અને એટલે ગુજરાતમાં મંદી છે પણ નિર્મલા સીતારમણે 6 પેકેજ જાહેર કર્યા છે જેેને કારણે અર્થતંત્રમાં તેજી આવશે. રૂપિયો આવશે એટલે અર્થતંત્ર વેગવંતુ બનશે. 

પ્ર.  કોંગ્રેસીઓ જોડાયે છે તેમનું કેમ છે?

જ. જીતુ વાઘાણી કહે છે કે અમારો જનસંપર્ક અમારી જીતનું કારણ છે

પ્ર. જનસંપર્કથી જ ચુંટાઓ છો તો આયાતી ઉમેદવારો કેમ?

જ. કોંગ્રેસે પણ આવુ કર્યુ છે ભૂતકાળમાં, કોંગ્રેસ આખુ જનતાદળ ગળી ગયુ હતુ, રાજપાને ટેકો આપીને રાજપાને ગળી ગયુ, વિરોધીઓ વિચાર સ્વીકારે તો તેમનુ સ્વાગત છે. નૈત઼ત્વની મજબૂત પકડ છે અમારી

પ્ર ગુજરાતમાં એક વેવ છે જે આધારે ચુંટણી લડવાનું કારણ?

જ. ગુજરાતની જનતા સમજદાર છે એટલે એ પરિવર્તનને સ્વીકારે છે. ગામડામાં ભાજપે ગટર આપી, પાણી આપ્યુ, કોંગ્રેસે શોષણ કર્યુ છે અમે તો વિકાસ કર્યો છે. સ્વચ્છતા, બેટી બચાવો, વગેરે પાયાના કામ કર્યા છે. 

પ્ર. ભાજપ મુદ્દા કેમ નથી ઉઠાવતી

જ. કોંગ્રેસની કમર ભાંગી ગઈ છે. લોકોએ જ એમને ફેંકી દીધા છે. 35 વર્ષના યુવાને કોંગ્રેસની સરકાર જોઈ જ નથી. તેમણે ભાજપની જ સરકાર જ જોઈ છે. બુથમાં મત નહી આપવા માટે કોંગ્રેસ લોકોને મતદાન સુધી નથી જવા દીધા અને લોકો હવે મુક્ત મતદાન આપતા થયા છે. 

ભાવનગરમાં કોંગ્રેસના આગેવાનો રીતસર જે લોકો એમની વિરુધ્ધમાં મત આપવા ના હોય તેને મતદાન મથક સુધી જ નહોતા પહોંચવા દેતા. કોંગ્રેસ ગ્રાન્ટ પણ નહોતી વાપરતી. આ તમામ બાબતો ચૂંટણી પંચમાં લખેલી છે. 

પ્ર. 25 વર્ષ પહેલા જાગૃતિ નહોતી?

જ.  ના એવુ નથી પણ મોદી પરિવર્તન લાવ્યા છે. જનધન યોજન સહિતની ઘણી યોજના છે. કોંગ્રેસ ને એજ સમજાતુ નથી કે કોની ઉજવણી ઉજવાય લતિફની જન્મજયંતિ ઉજવાય કે સરદાર પટેલની?

પ્ર. શિક્ષણ , આરોગ્યનું શું ?

વસતી વધી છે એટલે એવુ છે. વાઈરસ કેટલા વધ્યા છે એટલે 

પ્ર. જ્ઞાતીવાદ ગુજરાતમાં મોદી બાદ વકર્યો છે?

જ. જ્ઞાતીવાદનો દોષ રાહુલ ગાંધીને ગુજરાતમાં આવીને જ્ઞાતીવાદને ઉશ્કેરવાના પ્રયાસ કરે છે. અમે તો સત્તામાં હતા ત્યારે સહન કર્યુ છે. કોંગ્રેસે તો ઘણાને ગુમ કરી દીધા છે અમે તો એવુ નથી કર્યુ. 

પ્ર.  રોજગારી નું શું?

જ.  યુવાનો માટે રોજગારીની તક, શિક્ષણની તક સારી છે પણ આપણી અપેક્ષાઓ વધી છે. અને જીવનધોરણ ઉંચા આવ્યા છે. બાકી વિકાસ તો થયો જ છે. લોકો પહેલા થીગડાવાળા કપડા પહેરતા હવે સુખી છીએ. 

ગુજરાતમાં ચુંટણી કયા મુદ્દે લડાવી જોઈએ, જ્ઞાતિવાદી સમીકરણો ન હોવા જોઈએ, મંદી, શિક્ષણ, રોજગારી જેવા મુદ્દા પર ચુંટણી લડાવી જોઈએ. ખે્ડૂતોને સારા ભાવ મળે વેપારીઓના ધંધા વધે, રોજગારી હોય તો સારુ, આરોગ્ય જેવા મુદે ચુંટણી લડાવી જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Jitu Vaghani gujarat ishudan gadhvi vtv ખાસ મુલાકાત ગુજરાતી ન્યૂઝ Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ