ન્યૂઝ અપડેટ્સ
VTV / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / એક ફ્રેન્ડને કેન્સર થયું, તો બીજા ફ્રેન્ડે સાથે મળીને કર્યું એવું કામ કે હવે આખો સમાજ બંનેને સલામ કરે છે!
Last Updated: 09:48 AM, 2 August 2026
ADVERTISEMENT
1961માં થયેલી દોસ્તી, આજે પણ એટલી જ અતૂટ
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્કૂલના દિવસોમાં શરૂ થયેલી ઓળખ ધીમે-ધીમે એવી મિત્રતામાં બદલાઈ કે સમય, સંજોગો અને જીવનના ઉતાર-ચઢાવ પણ તેને નબળી ન પાડી શક્યા. આજે બંનેની ઉંમર 75 વર્ષની છે અને મિત્રતાને 65 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે. પરિવાર, વ્યવસાય, જવાબદારીઓ અને જીવનની દોડધામ વચ્ચે પણ બંનેએ એકબીજાનો હાથ ક્યારેય છોડ્યો નહીં. ક્ષિતિજ ઠાકોર સ્મિત સાથે કહે છે, "અમે લગભગ 1961ના મિત્રો છીએ, આજે મિત્રતાને 65 વર્ષ થઈ ગયા."
ADVERTISEMENT
વર્ષ 2018માં પરેશ શેઠને સતત તાવ રહેવા લાગ્યો. શરૂઆતમાં સામાન્ય તકલીફ લાગતી હતી, પરંતુ અનેક તપાસો બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને લિવર કેન્સર છે. આ સમાચાર કોઈપણ વ્યક્તિને તોડી નાખે એવા હતા. પરંતુ પરેશ શેઠે હિંમત હારી નહીં. તેમની બાજુમાં વર્ષોથી ઉભેલા મિત્ર ક્ષિતિજ ઠાકોર પણ ખડેપગે ઊભા રહ્યા. ક્ષિતિજભાઈનું કહે છે, "નર્વસ તો થયા, પરંતુ હાર માનવાનો પ્રશ્ન જ નહોતો. અમે નક્કી કર્યું કે કેન્સર સામે લડવાનું છે."

ADVERTISEMENT
કેન્સરની સારવાર દરમિયાન બંને મિત્રોએ એક વાત ખૂબ નજીકથી અનુભવી. હોસ્પિટલમાં દવાઓ તો હતી, ડૉક્ટરો પણ હતા, પરંતુ ઘણા દર્દીઓ પાસે પોતાના માણસની હૂંફ નહોતી. કોઈને વાત કરનાર નહોતું. કોઈને હસાવનાર નહોતું. કોઈના ખભા પર હાથ મૂકનાર નહોતું. એ જ ક્ષણે બંને મિત્રોએ નક્કી કર્યું કે માત્ર પોતાનું દુઃખ જીવી લેવાનું નહીં, પરંતુ બીજા લોકોના જીવનમાં પણ આશા પહોંચાડવી.
ADVERTISEMENT
વર્ષ 2022માં બંને મિત્રોએ મળીને Higher Than Hope Foundationની શરૂઆત કરી. ઉદ્દેશ એક જ હતો, કેન્સર સામે લડી રહેલા લોકોને માત્ર દવા નહીં, પરંતુ હિંમત પણ આપવી. આજે અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત ઓન્કોલોજી સેન્ટરમાં સંસ્થાના સ્વયંસેવકો નિયમિત પહોંચે છે. ત્યાં કેન્સર દર્દીઓ સાથે સમય વીતાવે છે, તેમને હસાવે છે, મનોરંજનના કાર્યક્રમો કરે છે, જરૂરી દવાઓ અને સહાય પહોંચાડે છે.
ADVERTISEMENT
આ સંસ્થાની સૌથી મોટી ખાસિયત તેની વિચારધારા છે. અહીં કોઈને 'દર્દી' કહેવામાં આવતો નથી. તેઓ દરેક વ્યક્તિને 'કેન્સર યોદ્ધા' તરીકે ઓળખાવે છે. ક્ષિતિજ ઠાકોર કહે છે, "તેઓ બીમારી સામે સૌથી મોટી લડાઈ લડી રહ્યા છે. તેથી તેઓ દર્દી નહીં, યોદ્ધા છે. અમે માત્ર એટલો પ્રયત્ન કરીએ છીએ કે તેમના ચહેરા પર એક સ્મિત આવી જાય અને તેમને લાગે કે તેઓ એકલા નથી." સંસ્થાએ કેટલા લોકોને મદદ કરી તેનો ચોક્કસ હિસાબ પૂછો તો જવાબ અલગ મળે છે. "અમે સેવામાં આંકડા ગણતા નથી. જ્યાં જરૂર લાગે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ." તેમ છતાં વર્ષો દરમિયાન 100થી વધુ કેન્સર યોદ્ધાઓને વિવિધ રીતે સહાય મળી છે.

હવે માત્ર કેન્સર સુધી સીમિત નથી સંસ્થા
સમય જતાં મિત્રતામાંથી શરૂ થયેલું આ મિશન હવે અનેક ક્ષેત્રોમાં વિસ્તર્યું છે. હાલ આ સંસ્થા
તદ ઉપરાંત ક્ષિતિજ ઠાકોર અમદાવાદની ઘણી સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલ છે. તેમની શાળાના પૂર્વ વિધાર્થી ઓનું સંગઠન દિવાન બલ્લુભાઈ આલમની એસોસિએશન કાંકરિયામાં પણ તેઓ ઉપ પ્રમુખ પદે કાર્યરત હોઈને શાળાના પૂર્વ વિધાર્થી દ્વારા જેમના પિતાનું દુઃખદ અવસાન થયું હોય તેવા વર્તમાન વિધાર્થીઓ માટે સંસ્થા દ્વારા દોઢ મહિનામાં 75 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કરાયું. આજે દર વર્ષે 43 વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવે છે અને છેલ્લા છ વર્ષમાં 63 લાખ રૂપિયાથી વધુની શૈક્ષણિક સહાય આપવામાં આવી છે.
આ સમગ્ર કાર્યમાં ડૉક્ટરો, IT પ્રોફેશનલ્સ, સમાજસેવકો અને અનેક સ્વયંસેવકો કોઈપણ સ્વાર્થ વગર જોડાયેલા છે. કોઈને પ્રસિદ્ધિ જોઈએ નથી. કોઈને નામ કમાવવું નથી. દરેક વ્યક્તિ માત્ર એટલા માટે કામ કરે છે કે કોઈના જીવનમાં થોડું સુખ, થોડો આત્મવિશ્વાસ અને થોડું સ્મિત ઉમેરી શકાય.
આ પણ વાંચો : પિતાએ બસ-ટ્રેન, રસ્તા પર ગવડાવ્યું, આજે સવાર પડતા આખું અમદાવાદ તેના ગીતો સાંભળે છે!
આજના સમયમાં મિત્રતા ઘણી વખત સોશિયલ મીડિયાના મેસેજ અને ફોટો સુધી સીમિત થઈ ગઈ છે. પરંતુ ક્ષિતિજ ઠાકોર અને પરેશ શેઠની કહાની બતાવે છે કે સાચી મિત્રતા માત્ર જન્મદિવસની શુભેચ્છાઓ કે જૂની યાદોમાં જીવતી નથી. સાચો મિત્ર એ હોય છે, જે મિત્રના દુઃખમાંથી સમાજ માટે આશાનો રસ્તો શોધી કાઢે. કદાચ એટલે જ કહેવાય છે, કેટલીક મિત્રતા વર્ષો સુધી ટકતી નથી, પરંતુ કેટલીક મિત્રતા વર્ષો પછી પણ હજારો લોકોના જીવનમાં પ્રકાશ બની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.