બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Vivoનો આવશે T5 Pro 5G સ્માર્ટફોન, 9020mAh બેટરીવાળા આ સ્લીમ ફોનની લોન્ચ ડેટ પણ થઈ કન્ફર્મ
Last Updated: 11:13 PM, 8 April 2026
Vivoનો નવો 5G સ્માર્ટફોન, Vivo T5 Pro 5G, આવતા મહિને ભારતમાં લોન્ચ થવાનો છે. કંપનીએ એક પોસ્ટ શેર કરીને આ આગામી T-સિરીઝ સ્માર્ટફોનની લોન્ચ ડેટની પુષ્ટિ કરી છે. Flipkart પર આ હેન્ડસેટ માટે એક સમર્પિત માઇક્રોસાઇટ પણ બનાવવામાં આવી છે. જે ફોનના ફીચર્સ જણાવે કરે છે. ચાલો જાણીએ કે આ ફોન ભારતીય માર્કેટમાં ક્યારે લોન્ચ થશે.
ADVERTISEMENT
આ Vivo ફોન 15 એપ્રિલે બપોરે 12 વાગ્યે ભારતીય માર્કેટમાં ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવશે. Flipkart પરની માઇક્રોસાઇટ એ પણ સૂચવે છે કે લોન્ચ બાદ ફોન કંપનીની વેબસાઇટ સિવાય Flipkart પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
Don’t just play, own the battlefield !
— vivo India (@Vivo_India) April 8, 2026
Presenting the all-new T5 Pro with upto 120FPS gaming and 7000mm Vapour cooling chamber for the ultimate gaming experience.
vivo T5 Pro Launching on 15th Apr
Search now on Flipkart to know more.#vivoT5Pro #GetSetTurbo #TurboLife… pic.twitter.com/DZfT88RSM6
ADVERTISEMENT
કંપનીનો દાવો છે કે આ ફોન 9020 mAh બેટરી સાથેનો સૌથી સ્લીમ સ્માર્ટફોન હશે. આ સિવાય એવું જાહેર થયું છે કે આ ફોન 120fps ગેમિંગ અને 7000mm વેપર કૂલિંગ ચેમ્બર સાથે અંતિમ ગેમિંગ અનુભવ આપશે. Vivo T5 Pro 5G માં 6500 mAh ની પાવરફુલ બેટરી છે.
ADVERTISEMENT

ફ્લિપકાર્ટ પર એક માઇક્રોસાઇટ જણાવે છે કે કંપની 10 એપ્રિલે પ્રોસેસર જાહેર કરશે. 11 એપ્રિલે કંપની બેટરીની ડીટેલ જાહેર કરશે. જ્યારે બેટરીની ક્ષમતા પહેલાથી જ જાહેર કરવામાં આવી છે તે દિવસે ઝડપી ચાર્જિંગની ડીટેલ અપેક્ષિત છે. 13 એપ્રિલે કંપની ફોનના ડિસ્પ્લે વિશે વિગતો જાહેર કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફોનની ચોક્કસ કિંમત માત્ર લોન્ચ ઇવેન્ટ દરમિયાન જ જાણી શકાશે પરંતુ અત્યાર સુધીના લીક્સ સૂચવે છે કે તેની કિંમત 30,000 થી 35,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.