ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Oppo F33 Proના લોન્ચ પહેલા ફીચર્સ આવ્યા સામે, 50MP સેલ્ફી કેમેરા અને 7000mAh બેટરી
Last Updated: 09:45 PM, 6 April 2026
ADVERTISEMENT
ઓપ્પોના નવા સ્માર્ટફોન Oppo F33 Pro લોન્ચ પહેલા જ ચર્ચામાં છે. લીક અહેવાલોમાં તેની લોન્ચ તારીખ, કિંમત અને ફીચર્સ જાહેર કરવામાં આવી છે. તેમાં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે. તેની પાવરફુલ બેટરી અને પ્રીમિયમ ડિઝાઇન સાથે આ ફોન મિડ-રેન્જ સેગમેન્ટમાં મોટો પડકાર ઉભો કરી શકે છે.
ADVERTISEMENT
Oppo F33 Pro અંગે એક ટિપસ્ટરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે 14 એપ્રિલે ભારતમાં લોન્ચ થઈ શકે છે.જો તેની કિંમતની વાત કરીએ તો તે 35,000 રૂપિયાથી ઓછી કિંમતે મળી શકે છે જે તેને મિડ-રેન્જ સેગમેન્ટમાં એક મજબૂત ઓપ્શન બનાવે છે. અગાઉ ઓપ્પોOppo F31 પ્રો લગભગ 26,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. નવા મોડેલમાં સુધારેલી ફીચર્સ આપવાની અપેક્ષા છે જે તેને પાછલા ડિવાઈઝ કરતાં અપગ્રેડ બનાવે છે.

ADVERTISEMENT
Oppo F33 Pro માં 6.57 -ઇંચની AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં મીડિયાટેકનો નવો ડાયમેન્સિટી ચિપસેટ હોવાની શક્યતા છે, જે મજબૂત પરફોર્મ કરવાની અપેક્ષા છે. આ સિવાય આ ફોનમાં 7000mAh બેટરી અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ હોવાની શક્યતા છે. તે ફાસ્ટ ચાર્જિંગ બંને માટે ફાયદાકારક રહેશે જે આજના યુઝર્સની જરૂરિયાતોને પૂરી કરશે.
ADVERTISEMENT
આ ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે. જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર હશે. સેલ્ફી માટે તેમાં 100-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ સાથે 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હોવાની શક્યતા છે. ડિઝાઇનની દ્રષ્ટિએ તેમાં ચોરસ આકારનો કેમેરા મોડ્યુલ હોઈ શકે છે જે પાછલા મોડેલ કરતા અલગ હશે. આ ફોન વાદળી અને લાલ કલરના ઓપ્શનમાં આવી શકે છે જે તેના લુકને વધુ આકર્ષક બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT