ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 200MP અને 7100mAh સાથે આવશે Vivo X300s! લોન્ચ પહેલા ફીચર્સ લિક્સ

ટેક / 200MP અને 7100mAh સાથે આવશે Vivo X300s! લોન્ચ પહેલા ફીચર્સ લિક્સ

Published By: Nirav Kumar

Last Updated: 09:42 PM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vivo તેનો ફોન લોન્ચ કરશે. આ ફોનનું નામ Vivo X300s છે. જે લોન્ચ થાય એના પહેલા તેના ફીચર્સ લિક્સ થયા છે. ચાલો તેના વિષે જાણીએ.

ADVERTISEMENT

Vivo નો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X300s તેના લોન્ચ પહેલા જ ચર્ચામાં છે. જેમાં કંપનીએ સત્તાવાર રીતે અનેક ફીચર્સને કન્ફર્મ કર્યા છે. આ ફોનમાં 200-મેગાપિક્સલ કેમેરા અને 7100mAh ની મોટી બેટરી હશે. તે લેટેસ્ટ MediaTek Dimensity 9500 પ્રોસેસર દ્વારા ચાલશે. ચાલો ફોનની ફિચર્સ વિષે જાણીએ.

  • પાવરફુલ કેમેરા અને પ્રીમિયમ ફીચર્સ

Vivo પ્રોડક્ટ મેનેજર હાન બોક્સિયાઓએ Weibo પોસ્ટમાં ફોનના ફીચર્સ જાહેર કર્યા છે. જેમાં Vivo X300s માં 200-મેગાપિક્સલ પ્રાથમિક સેન્સર સાથે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આવશે. આ કેમેરા Zeiss ઓપ્ટિક્સ અને OIS સપોર્ટ સાથે આવશે, જે ફોટો અને વીડિયો ક્વોલીટીમાં સુધારો કરશે. 50-મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50-મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ પણ હશે. ફોનમાં Zeiss APO સુપર ટેલિફોટો અને એડવાન્સ કલર ટેકનીક હશે જે પ્રોફેશનલ લેવલનો ફોટોગ્રાફી એક્સપિરિયન્સ આપશે.

vtv app promotion
  • પરફોર્મન્સ, ડિસ્પ્લે અને કૂલિંગ સિસ્ટમ

આ સ્માર્ટફોનમાં 144Hz રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચ ફ્લેટ ડિસ્પ્લે હશે. પરફોર્મન્સ માટે તે MediaTek Dimensity 9500 ચિપસેટ અને Vivo ની V3+ ઇમેજિંગ ચિપ દ્વારા ચાલશે. આ ફોનમાં "આઇસ પલ્સ" VC લિક્વિડ કૂલિંગ સિસ્ટમ પણ હશે. જે એ કામ કરશે કે લાંબા સમય સુધી ઉપયોગ દરમિયાન પણ આ ડીવાઈસ વધુ ગરમ ન થાય. તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને હેપ્ટિક રિસ્પોન્સ માટે ડેડીકેટેડ વાઇબ્રેશન મોટર પણ હશે.

વધુ વાંચો : Samsung Galaxy Z Fold 7 ની કિંમતમાં મોટો ઘટાડો, મળશે 10,000 રૂપિયા સસ્તો ફોન

  • બેટરી, ચાર્જિંગ અને બીજા ફીચર્સ

Vivo X300s માં મોટી 7100mAh "બ્લુ ઓશન" બેટરી હશે જે લાંબા સમય સુધી ચાલતો બેકઅપ આપી શકે છે. ફોન 90W ફાસ્ટ ચાર્જિંગ અને 40W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. સુરક્ષા માટે તેમાં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. આ સિવાય તે IP68 અને IP69 રેટિંગ્સ સાથે વૉટર અને ડસ્ટ રજિસ્ટન્ટ છે. કનેક્ટિવિટી માટે તેમાં એક એડવાન્સ સિગ્નલ સિસ્ટમ છે જે નેટવર્ક પરફોર્મન્સમાં સુધારો કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vivo X300s Vivo Launch New Phone

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ