બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Samsung Galaxy Z Fold 7 ની કિંમતમાં મોટો ઘટાડો, મળશે 10,000 રૂપિયા સસ્તો ફોન

ટેક / Samsung Galaxy Z Fold 7 ની કિંમતમાં મોટો ઘટાડો, મળશે 10,000 રૂપિયા સસ્તો ફોન

Published By: Nirav Kumar

Last Updated: 03:33 AM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Samsung Galaxy Z Fold 7ફોન સસ્તો થયો છે. જેમાં બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઑફર્સ તેની કિંમતને વધુ નીચે લાવી શકે છે.આ ફોન 1,74,999 રૂપિયામાં લોન્ચ થયો હતો.

જો તમે પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ તમારા માટે એક ખાસ મોકો હોઈ શકે છે. કેમકે, Samsung Galaxy Z Fold 7 હવે ફ્લિપકાર્ટ પર ઘણી સસ્તી કિંમતે ઉપલબ્ધ છે. બેંક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઑફર્સ કિંમતને વધુ નીચે લાવી શકે છે. આ ફોનમાં પાવરફુલ કેમેરા અને શાનદાર ડિસ્પ્લે છે. તેમાં સ્ટાઇલિશ ડિઝાઇન પણ છે. જો કે, ખરીદતા પહેલા તેની ફીચર્સ અને કેટલીક ખામીઓ સમજવી જરૂરી છે.

Samsung Galaxy Z Fold 7 ફોન 1,74,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ફ્લિપકાર્ટ પર 1,64,999 રૂપિયામાં લિસ્ટેડ છે. આ સીધું 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ રજૂ કરે છે. આ સિવાય જો તમારી પાસે ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ હોય તો તમે એક્સ્ટ્રા 4000 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, જે અસરકારક કિંમત લગભગ 1,60,999 રૂપિયા સુધી લાવે છે. જેમાં યુઝર્સ એક્સચેન્જ ઑફર્સ દ્વારા તેમના જૂના ફોનને એક્સચેન્જ કરીને 63,300 રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ કિંમત ફોનની સ્થિતિ અને મોડેલ પર આધારિત છે. EMI ઓપ્શન પણ ઉપલબ્ધ છે, જે હપ્તાઓમાં ખરીદવાનું સરળ બનાવે છે.

vtv app promotion

Samsung Galaxy Z Fold 7 તેની પાતળી અને હળવા ડિઝાઇન માટે જાણીતું છે, જેની જાડાઈ 8.9 મીમી અને વજન લગભગ 215 ગ્રામ છે. તેમાં બે 8-ઇંચ અને 6.5-ઇંચ AMOLED ડિસ્પ્લે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે ઇઝી એક્સ્પીરીન્સ આપે છે. પર્ફોમન્સ માટે તે સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર દ્વારા ચાલે છે જે તેને ફોલ્ડેબલ સેગમેન્ટમાં ખૂબ પવારફૂલ બનાવે છે. કેમેરાની દ્રષ્ટિએ તેમાં 200MP મુખ્ય કેમેરા આવે છે. આ સિવાય ફોનમાં 12-મેગાપિક્સલ (અલ્ટ્રા-વાઇડ) + 10-મેગાપિક્સલ (3x ઓપ્ટિકલ ઝૂમ સાથે ટેલિફોટો), 10-મેગાપિક્સલનો ફ્રન્ટ કવર કેમેરા અને મુખ્ય ડિસ્પ્લે પર 10-મેગાપિક્સલનો હોલ-પંચ કેમેરા છે. તેમાં ગેલેક્સી AI ફીચર્સ તેને વધુ સ્માર્ટ બનાવે છે.

વધુ વાંચો : 9000mAh બેટરીવાળા OnePlus Nord 6ની કિંમત થઇ લીક, ભારતમાં આ દિવસે થશે લોન્ચ

આ ડીવાઈસ એવા યુઝર્સ માટે સારું છે જેઓ પ્રીમિયમ ફોલ્ડેબલ ફોનનો અનુભવ કરવા અને નવી ટેકનોલોજી અપનાવવા માંગે છે. પરંતુ તે 4,400mAh બેટરી અને 25W ચાર્જિંગ સાથે આવે છે જે આ કિંમતે અમુક ઇનફ નથી લાગતું. આ સિવાય તેમાં S Pen સપોર્ટનો અભાવ છે જે અમુક યુઝર્સ માટે ખામી હોઈ શકે છે. જો તમારું બજેટ મોટું છે અને તમે બેસ્ટ ફોલ્ડેબલ ફોન ઇચ્છો છો તો આ એક સારી ડીલ હોઈ શકે છે. જો કે, જો તમારું બજેટ લીમીટેડ હોય તો તમે Fold 6 પસંદ કરી શકો છો કે આગામી Galaxy Fold 8 ની રાહ જોઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Samsung Galaxy Z Fold 7 Budget Phone Price Down

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ