બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 9000mAh બેટરીવાળા OnePlus Nord 6ની કિંમત થઇ લીક, ભારતમાં આ દિવસે થશે લોન્ચ
Last Updated: 09:17 PM, 26 March 2026
આવતા મહિને ભારતીય માર્કેટમાં OnePlus Nord 6 લોન્ચ થશે. આ ફોન માટે એમેઝોન અને કંપનીની વેબસાઇટ પર એક માઇક્રોસાઇટ બનાવવામાં આવી છે, જેમાં આગામી ફોનના ફીચર્સ વિશે ડીટેલ છે. આ ફોનની કિંમત હવે તેના લોન્ચ પહેલા લીક થઈ ગઈ છે. એક ટિપસ્ટરે તાજેતરમાં તેની કિંમત અંગે હિન્ટ આપી છે. ચાલો આપણે તે ઓફર કરી શકે તેવી કિંમત અને ફીચર્સ વિષે જાણીએ.
ADVERTISEMENT
OnePlus Nord 6 price will be above 35K‼️(as I said earlier...)
— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) March 26, 2026
Nord 6 Specifications :
✅ 50MP LYT600 OIS + 8MP UW 🤳32MP AF
✅ Snapdragon 8s Gen 4
✅ 9000mAh🔋80W⚡
✅ 1.5K 165Hz flat OLED
✅ IP69, Plus Key
✅ Plastic frame, glass back
🔴 Upto 256GB storage
Launch : 7th…
ADVERTISEMENT
એક ટિપસ્ટરે X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં જણાવાયું હતું કે,આ હેન્ડસેટની કિંમત 35,000 રૂપિયાથી વધુ હશે. પોસ્ટમાં કોઈ ચોક્કસ કિંમતની માહિતી આપવામાં આવી નથી. જેમાં કયા વેરિઅન્ટની કિંમત કેટલી હશે તે સામેલ છે. આ ફોનની કિંમત આવતા મહિને લોન્ચ સમયે જાહેર કરાશે.

ADVERTISEMENT
એમેઝોન પર એક માઇક્રોસાઇટ લાઇવ દર્શાવે છે કે OnePlus Nord 6 માં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે સ્નેપડ્રેગન 8S Gen 4 પ્રોસેસર, 165fps ગેમિંગ, 9000mAh બેટરી, 1800 nits પીક બ્રાઇટનેસ અને 165Hz રિફ્રેશ રેટ સાથે OLED ડિસ્પ્લે હશે.જેમાં આ ફોન G2 Wi-Fi ચિપથી ચાલશે. આ ફોનમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટિપસ્ટરે 50-મેગાપિક્સલ LYT600 OIS પ્રાથમિક કેમેરા સેન્સર અને 8-મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા સેન્સર સહિતના ફીચરની પણ હિન્ટ આપી છે. સેલ્ફી માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર પણ આવી શકે છે. ફોન 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 1.5K રિઝોલ્યુશન ડિસ્પ્લે સાથે આવી શકે છે. પ્લાસ્ટિક ફ્રેમ અને ગ્લાસ બેક પેનલ સાથે તેમાં 256 GB સુધી સ્ટોરેજ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.