સેમસંગે બુધવારે તેની નવી A-સિરીઝ ભારતમાં Samsung Galaxy A57 5G અને Samsung Galaxy A37 5G લોન્ચ કરી છે. આ સ્માર્ટફોનમાં 6.7-ઇંચના મોટા AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને પાવરફુલ 5000mAh બેટરી આવે છે. સેમસંગે આ ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા અને લેટેસ્ટ સોફ્ટવેર સપોર્ટ પણ આપે છે. સેમસંગ આ ડિવાઈઝ માટે 6 વર્ષ સુધી અપડેટ્સને પ્રોમિસ કરે છે.
- કિંમત કેટલી?
Samsung Galaxy A57 5G ભારતમાં 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 56,999 રૂપિયાથી શરૂ થાય છે. 12GB RAM વેરિઅન્ટની કિંમત 62,499 રૂપિયા છે. Samsung Galaxy A37 5G 41,999 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં વિવિધ સ્ટોરેજ વેરિઅન્ટ 52,999 રૂપિયા સુધી જાય છે. આ બંને ફોન એમેઝોન પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને ડિલિવરી 2 એપ્રિલથી શરૂ થશે.

- બંને ફોનના સ્પેસિફિકેશન
આ બંને સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચ ફુલ HD+ સુપર AMOLED+ ડિસ્પ્લે સાથે આવે છે. જેમાં કંપનીએ હજુ સુધી પ્રોસેસરની ડીટેલની પુષ્ટિ કરી નથી. પરંતુ સેમસંગ ગેલેક્સી A57 5G માં Exynos 1680 પ્રોસેસર હોવાની શક્યતા છે. જ્યારે Samsung Galaxy A37 5G માં Exynos 1480 ચિપ આવી શકે છે. આ બંને ડિવાઇસમાં 12GB સુધીની RAM અને 256GB સ્ટોરેજ છે. તેઓ One UI 8.5 અને Android 16 ને પણ સપોર્ટ કરે છે.
- બંને ફોનના કેમેરા
સેમસંગ ગેલેક્સી A57 5G અને સેમસંગ ગેલેક્સી A37 5G બંનેમાં 50MP મેઈન કેમેરા આવે છે. A57 માં 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા આવે છે જ્યારે A37 માં 8MP સેન્સર આવે છે. આ બંનેમાં 5MP મેક્રો કેમેરા પણ છે. ફ્રન્ટ પર 12MP સેલ્ફી કેમેરા મળે છે. ઑબ્જેક્ટ ઇરેઝર, બેસ્ટ ફેસ અને સર્કલ ટુ સર્ચ જેવી AI ફીચર્સ યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવશે.
- બેટરી અને કનેક્ટિવિટી
આ બંને સ્માર્ટફોનમાં મોટી 5000mAh બેટરી આવશે જે લગભગ બે દિવસ સુધી ચાલવાનો દાવો કરવામાં આવે છે. ફોન સુપર ફાસ્ટ ચાર્જિંગ 2.0 ને સપોર્ટ કરે છે. આ બંને ફોન IP68 રેટિંગ સાથે આવે છે મતલબ કે તે વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. તેમાં નોક્સ વૉલ્ટ પ્રોટેક્શન પણ આવે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ