બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Google-YouTube સાથે મળીને ભારત સરકાર 15,000 કેન્ડિડેટ્સને આપશે AI સ્કોલરશિપ!

ટેક / Google-YouTube સાથે મળીને ભારત સરકાર 15,000 કેન્ડિડેટ્સને આપશે AI સ્કોલરશિપ!

Published By: Nirav Kumar

Last Updated: 04:36 PM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ Google અને YouTube સાથે મળીને 15,000 AI સ્કોલરશીપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. જેમાં આ પ્રોગ્રામ મીડિયા, મનોરંજન, એનિમેશન, ગેમિંગ અને ડિજિટલ સ્ટોરી ટેલિંગ ક્ષેત્રોમાં હાઈ પોટેન્શિયલ ટેલેન્ટ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ (AVGC) અને મીડિયા ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પોતાનું કરિયર આગળ વધારવા માંગતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે સારા સમાચાર આવ્યા છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ Google અને YouTube સાથે મળીને 15,000 AI સ્કોલરશીપની જાહેરાત કરી છે. આ પહેલમાં AVGC અને મીડિયા ટેકનોલોજી ક્ષેત્રોમાં 15,000 AI સ્કોલરશીપ આપવામાં આવશે. ચાલો ભારત સરકારના MIB ના AI સ્કિલ પ્રોગ્રામના ઉદ્દેશ્યોનું એનાલિસિસ અન્વેષણ કરીએ અને જાણીએ કે કયા અભ્યાસક્રમ માટે સ્કોલરશીપ આપવામાં આવશે.

  • IICT દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે
    ભારત સરકારનો MIB નો AI સ્કિલ પ્રોગ્રામ ભવિષ્ય માટે તૈયાર એવાન્સ AI ક્ષમતાઓ બનાવવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજીસ (IICT) દ્વારા હાથ ધરવામાં આવશે. IICT એ આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. જેમાં IICT એ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ખાસ કરીને મીડિયા, મનોરંજન, એનિમેશન, ગેમિંગ અને ડિજિટલ સ્ટોરીટેલિંગ ક્ષેત્રોમાં હાઈ પોટેન્શિયલ ટેલેન્ટ માટે ઈમ્પૅક્ટ ફોક્સ્ડ સ્કિલ માર્ગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ ક્રિએટર્સ, મીડિયા પ્રોફેશનલ, વિદ્યાર્થીઓ અને ડેવલોપર્સના ભવિષ્ય માટે તૈયાર સ્કિલ બનાવવામાં મદદ કરશે.
  • YouTube-Google નો રોલ?

IICT Google અને YouTube સાથે કામ કરીને આ પ્રોગ્રમની ડિઝાઇન, આઉટરીચ અને ક્યુરેશનનું નિરીક્ષણ કરશે. જેનો કરીક્યુલમ એડવાન્સ AI ટૂલ્સ, ક્રિએટિવ વર્કફ્લો અને પ્લેટફોર્મ-લેવલની બેસ્ટ પ્રેક્ટિસને ઇન્ટિગ્રેટ કરવા માટે બનેલી છે. જેથી ઉમેદવારો શરૂઆતથી જ પ્રોડક્શન રેડી એન્ડ પ્રોડકશન ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ સ્કિલ મેળવે. IICT સ્કોલરશીપ અરજી પ્રક્રિયા શરૂ કરશે. જેની વિગતવાર માહિતી IICT પાસેથી મેળવી શકાય છે.

vtv app promotion
  • આ પ્રોગ્રામ બે તબક્કામાં હશે

ગુગલ અને YouTube ના સહયોગથી ભારત સરકારના MIB દ્વારા સંચાલિત AI સ્કિલ પ્રોગ્રામ બે તબક્કામાં પૂરો થશે. ચાલો જાણીએ કે આ સ્કોલરશીપ માટે પસંદ કરાયેલા ઉમેદવારો બંને તબક્કામાં શું શીખવવામાં આવશે

ફેઝ 1 - આ તબક્કામાં સ્કોલરશીપ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને AI વિશે એજ્યુકેટ કરવામાં આવશે. ગુગલ કરિયર સર્ટિફિકેટ અને ગુગલ ક્લાઉડના જનરલ AI લર્નિંગ પાથવે માટે પણ સ્કોલરશીપ ઉપલબ્ધ રહેશે. ગુગલનો કરિયર સર્ટિફિકેટ પ્રોગ્રામ પ્રોફેશનલને ટ્રેનિંગ આપવા અને ટોપના નોકરીદાતાઓ સાથે જોડાવાના મોકા પૂરા પાડવા માટે બનેલ છે.

વધુ વાંચો : ભીમ એપથી PIN વિના થશે પેમેન્ટ! હવે બાયોમેટ્રિકથી 5 હજાર સુધી કરી શકશો UPI પેમેન્ટ

ફેઝ1: પ્રથમ તબક્કો પૂરો કરનારા ઉમેદવારો બીજા તબક્કામાં આગળ વધશે. આ કોર્સમાં ઉમેદવારો સ્ટોરી ટેલિંગની કળા, ગુગલના AI ટૂલ્સ સાથે એડવાન્સ ટ્રેનિંગ અને યુટ્યુબના બેસ્ટ મોડ્યુલો વિશે શીખશે. આ ફેઝ IICT અને યુટ્યુબ દ્વારા જોઈન્ટલી ક્યુરેટ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Scholarships AI Skill Program Scholarship

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ