બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભીમ એપથી PIN વિના થશે પેમેન્ટ! હવે બાયોમેટ્રિકથી 5 હજાર સુધી કરી શકશો UPI પેમેન્ટ

ન્યૂ ફીચર / ભીમ એપથી PIN વિના થશે પેમેન્ટ! હવે બાયોમેટ્રિકથી 5 હજાર સુધી કરી શકશો UPI પેમેન્ટ

Published By: Bijal Vyas

Last Updated: 11:43 AM, 25 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NPCI BHIM સર્વિસીસ લિમિટેડ (NBSL) એ મંગળવારે ભીમ એપમાં UPI ચુકવણીઓ માટે એક નવી બાયોમેટ્રિક પ્રમાણીકરણ સુવિધા શરૂ કરી.

ભીમ એપમાં એક નવુ ફીચર રજૂ કરવામાં આવી છે, જેનાથી પિન વગર પણ ચુકવણી કરી શકાય છે. ખાસ કરીને, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NPCI BHIM સર્વિસીસ લિમિટેડ (NBSL) એ મંગળવારે ભીમ એપમાં UPI ચુકવણીઓ માટે એક નવી બાયોમેટ્રિક પ્રમાણીકરણ સુવિધા શરૂ કરી. આ નવી ફીચર સાથે યૂઝર્સ હવે 5000 સુધીનું ટ્રાજેક્શન તેમના સ્માર્ટફોનના ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રિકગ્નેશનની મંજૂરી આપી શકશે, જેનાથી પેમેન્ટ પહેલા કરતાં વધુ ઝડપી અને સરળ બનશે.

શું છે ભીમ એપનું નવુ ફીચર?

આ ફીચર સાથે યૂઝર્સ હવે દરેક નાના વ્યવહાર માટે તેમનો UPI પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. આ ખોટા પિન દાખલ કરવાથી અથવા તેને ભૂલી જવાથી થતુ પેમેન્ટ ઓછુ થશે, જેનાથી યૂઝર્સ એક્સપીરિયન્સ વધારો થશે. આ બાયોમેટ્રિક ફીચરનો ઉપયોગ સામાન્ય વ્યવહારો માટે થઈ શકે છે, જેમ કે મિત્રો અને પરિવારને પૈસા મોકલવા, વેપારીઓના QR કોડ સ્કેન કરવા અને ઓનલાઈન ચુકવણી કરી શકાય છે. આ લોન્ચ પર NBSL ના MD અને CEO લલિતા નટરાજે જણાવ્યું હતું કે, આ એપનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને સરળ, સુરક્ષિત અને દરેક માટે સુલભ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે રોજિંદા પેમેન્ટને સરળ બનાવશે.

upi-scam

ફિંગરપ્રિન્ટ અથવા ફેસની ઓળખ દ્વારા ટ્રાજેક્શન કન્ફોર્મ કરવાથી પિન પરની નિર્ભરતા ઓછી થશે અને પેમેન્ટ સીધુ યૂઝર્સ સાથે લિંક થશે, જેનાથી સુરક્ષામાં વધારો થશે. આ નવી ફીચર સુરક્ષામાં પણ વધારો કરશે, કારણ કે ફિંગરપ્રિન્ટ અને ચહેરાનો ડેટા યૂઝર્સના ઉપકરણમાં સુરક્ષિત રીતે સંગ્રહિત રહે છે, જેનાથી પિન શેરિંગ અથવા દુરુપયોગનું જોખમ ઓછું થાય છે.

આ પણ વાંચોઃ વારંવાર આવતા Spam Callથી છો પરેશાન? તો અપનાવો આ ટિપ્સ, થઇ જશે Block!

જોકે, 5,000 રુપિયાથી વધુના ટ્રાંજેક્શન માટે યૂઝર્સ હજુ પણ તેમનો UPI પિન દાખલ કરવો પડશે, જેનાથી મોટી ચુકવણીઓ માટે વધારાની સુરક્ષા જળવાઈ રહેશે. હાલમાં, આ સુવિધા ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રિકગ્નિશનની સુવિધાઓથી સજ્જ Android અને iOS ડિવાઇસપર ઉપલબ્ધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New feature Bhim app update UPI Biometric payment

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ