બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
112 કિમીની ઊંચાઈ પર આવેલો છે કિલ્લો
ADVERTISEMENT
સોનગઢનો કિલ્લો ગુજરાતના તાપીમાં આવેલો છે. આ કિલ્લો સુરત- ધુલિયા માર્ગની બાજુ પર આલેવી ઊંચી ટેકરી પર સોનગઢમાં સયાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો. ઈ.સ. 1792થી આ ગાયકવાડોનું મુખ્ય થાણું હતું. આ કિલ્લો 112 કિમીની ઊંચાઈ પર આવેલો છે.
ADVERTISEMENT
ઉકાઈ ડેમના પાણીમાં ડૂબેલો રહે છે કિલ્લો
જ્યારે ગાયકવાડ રાજવંશ દ્વારા જામલી અને વાજપુર ગામ પાસે એક કિલ્લો બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો મોટાભાગે ઉકાઈ ડેમના પાણીમાં ડૂબેલો રહે છે. ક્યારેક જ બહાર જોવા મળે છે. ઉકાઈ ડેમની જળસપાટી 283 ફૂટ સુધી જતાં કિલ્લાનો ઉપરનો ભાગ જોવા મળે છે.
ADVERTISEMENT
કિલ્લા પર છે અનેક ધાર્મિક સ્થળ
આ કિલ્લા પર જવાનો રસ્તો સર્પાકાર છે. કિલ્લા પર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ સહિત અનેક ધાર્મિક સ્થળો પણ છે. દશેરાના તહેવારે અહીં મેળો ભરાય છે. આ કિલ્લા પર અંબાજી માતાનું મંદિર પણ છે. અહીં માતાજીના દર્શન કરવા ભોંયરામાં થઈને જવું પડે છે. અહીં ખંડેરાવ મહારાજનું મંદિર છે તે પણ જોવાલાયક છે. અહીં પાણીના બે હોજ અને એક મોટું તળાવ છે. કિલ્લાની તળેટીમાં જૂના મહેલના અવશેષો પણ છે.
ADVERTISEMENT
ફોટો સૌજન્ય -Wikipedia.com
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.