બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Politics / Vishnu deo sai took oath for a chief minister of chhattisgarh in front of PM Modi and others

દેશ / વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, રાજ્યને બીજી વાર મળ્યાં આદિવાસી CM, મોદી-શાહ રહ્યા શપથમાં હાજર

Vaidehi

Last Updated: 04:26 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિષ્ણુદેવ સાયેએ આજે છત્તીસગઢનાં નવા મુખ્યમંત્રી પદ માટે PM મોદી અને રાજ્યપાલની હાજરીમાં શપથ ગ્રહણ કર્યાં.

  • છત્તીસગઢનાં CM વિષ્ણુદેવ સાયેએ લીધાં શપથ
  • PM મોદી સહિત અને નેતાઓએ આપી હાજરી
  • રાજ્યપાલે વિષ્ણુદેવ સાયેને લેવડાવ્યાં શપથ

PM મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં CM તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે. શપથવિધિ બાદ CM વિષ્ણુદેવ સાય મંત્રાલય પહોંચશે.

PM મોદીની હાજરીમાં લીધા શપથ
વિષ્ણુદેવ સાયએ રાજ્યપાલની હાજરીમાં રાયપુરનાં સાયન્સ કોલેજમાં મુખ્યમંત્રી પદ માટે શપથ લીધાં. રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવી. આ દરમિયાન PM મોદી સહિત અને ગણમાન્ય નેતાઓએ હાજરી આપી. છત્તીસગઢના સીએમની સાથે વિજય શર્મા અને અરુણ સાવએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધાં.

અનેક ગણમાન્ય નેતાઓ હાજર
આ શપથગ્રહણ દરમિયાન PM મોદી સહિત અમિત શાહ, જે.પી.નડ્ડા, નિતિન ગડકરી, યોગી આદિત્યનાથ, પુષ્કરસિંહ ધામી, રામદાસ અઠાવલે સહિત અનેક ગણમાન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં. CM પદ માટે શપથ લીધાં બાદ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય મંત્રાલય જશે અને સંભાવના છે કે મંત્રાલય પહોંચ્યા બાદ તેઓ કંઈક મોટું એલાન કરશે. વિષ્ણુ દેવ સાયનાં સ્વાગતની તૈયારીઓ મંત્રાલયમાં પૂર્ણ થઈ ગઈ છે.

કોણ છે વિષ્ણુદેવ સાય?
વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુંકુરી મત વિસ્તારના છે. રાજ્યમાં આદિવાસી સમુરાઇની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. અજિત જોગી બાદ છત્તીસગઢમાં અન્ય કોઇ મુખ્યમંત્રી બનાવી શકાયા નહોતા. ભાજપે બીજી વાર આદિવાસી સીએમ પસંદ કર્યાં છે. વિષ્ણુદેવ સાય 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં સાયની ગણના સંઘના નજીકના નેતા તરીકે થાય છે.  તેઓ 1999થી 2014 સુધી રાયગઢથી સાંસદ હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાયને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ