ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Visavdar AAP's winning candidate will join BJP

BIG BREAKING / AAPના આ MLA જોડાશે BJPમાં, ધારાસભ્ય પદના શપથગ્રહણ થાય તે પહેલા જ પક્ષ છોડ્યો

Published By: Malay

Last Updated: 01:27 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શપથવિધિ પહેલા જ AAPમાં ભંગાણ સર્જાયું છે. વિસાવદર AAPના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આજે બપોરે 2 વાગ્યે ગાંધીનગર ખાતે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે.

ADVERTISEMENT

  • શપથવિધિ પહેલા જ AAPમાં ભંગાણ 
  • વિસાવદર AAPના વિજેતા ઉમેદવાર જોડાશે ભાજપમાં 
  • આજે ગાંધીનગર ખાતે ભૂપત ભાયાણી જોડાશે ભાજપમાં 

ધારાસભ્યોના શપથગ્રહણ સમારોહ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદર બેઠક પરથી AAPની ટિકિટ પર ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે બપોરે 2 વાગ્યે ભાજપનો ખેસ ધારણ કરશે. આપને જણાવી દઈએ કે, 2 દિવસ અગાઉ જાહેર થયેલા પરિણામમાં વિસાવદરથી AAPના ભૂપત ભાયાણીએ બાજી મારી હતી. 

 

ભૂપત ભાયણી જીત મેળવવામાં સફળ રહ્યા 
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહીને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા.

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો
જોકે, ધારાસભ્ય પદના શપથગ્રહણ થાય તે પહેલા જ તેઓએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. તેઓ હવે ભાજપમાં વાપસી કરવા જઈ રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કરશે. ત્યારે ધારાસભ્યોના શપથગ્રહણ સમારોહ પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

વિધાનસભાની ચૂંટણીમાં 5 સીટો પર વિજય
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામોમાં AAP ને  કુલ પાંચ બેઠક મળી  હતી. આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં એક સીટ મળી છે. જોકે, શપથ વિધી પહેલા જ વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ આપ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

AAPને ઝટકો Bhupat Bhayani Visavdar aap candidate join bjp ગુજરાત ચૂંટણી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે BIG BREAKING

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ