બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / virgin group chairman richard branson wants hyperloop between delhi and mumbai reaches nitin gadkari
ADVERTISEMENT
વર્જિન ગ્રુપ ઈચ્છે છે કે તે દિલ્હી અને મુંબઈની વચ્ચે 1300 કિલોમીટરના ટ્રેક પર હાયપરલૂપ ટ્રેન ચલાવા માંગે છે. આ ટ્રેનની સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો કે અત્યાર સુધી કોઈ જગ્યાએ આ ટેકનોલોજીનો ઉપયોગ નથી થયો. વર્જિન ગ્રુપના પ્રતિનિધિ હાલ ભારતમાં છે અને તેને નીતિન ગડકરી સાથે મુલાકાત પણ કરી હતી.
ADVERTISEMENT
જો આ ડીલ થશે તો ભારતમાં વિશ્વની પહેલી હાયપરલૂપ ટ્રેન દોડશે. હાયપરલૂપ ટ્રેન એક ટ્યુબમાંથી પસાર થાય છે. જેમની સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાક છે. હાયપરલૂપનો પ્રસ્તાવ માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી સામે રાખ્યો છે. વર્જિન ગ્રુપ ઈચ્છે છે કે આ ટ્રેન દિલ્હીથી મુંબઈ વચ્ચે શરુ કરવામાં આવે.
નિતીન ગડકરીને મળ્યાં વર્જિનના પ્રતિનિધિ
આ પ્રોજેક્ટને લઈને મહારાષ્ટ્ર સરકાર સાથે પહેલા વાતચીત કરવામાં આવી હતી. પરંતુ શિવસેનાની સરકાર બન્યા બાદ આ પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો. જે બાદ કંપનીના પ્રતિનિધિ વાતચીતને આગળ વધારવા માટે નિતીન ગડકરીને મળ્યાં હતાં.
ADVERTISEMENT
દિલ્હી અને મુંબઈ વચ્ચે હાયપરલૂપનો પ્રસ્તાવ

ADVERTISEMENT
એક મીડિયા રીપોર્ટસ અનુસાર કંપનીના પ્રતિનિધિ દિલ્હીથી મુંબઈ વચ્ચે 1300 કિલોમીટર લાંબા રૂટ પર ટ્રેન ચાલુ કરવા માટે નિતીન ગડકરી સાથે બેઠક કરી હતી. ગ્રુપના કેટલાંક પ્રતિનિધિ ભારત આવ્યાં છે.
પહેલા મુંબઈ અને પૂણે વચ્ચે હાયપરલૂપ ચલાવાનો પ્લાન હતો.
ADVERTISEMENT

અગાઉના અઠવાડિયે નિતીન ગડકરીએ કહ્યું હતું કે તેમણે બુલેટ ટ્રેનની જેમ બીજા પ્રોજેક્ટને લઈને પણ ઘણાં ઇન્વેસ્ટર્સ સાથે મુલાકાત કરી છે. વર્જિન ગ્રુપે [પહેલા મુંબઈથી પૂણે વચ્ચે ટ્રેન ચલાવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેમણે તરત જ ભાજપ સરકાર તરફથી મંજૂરી મળી ગઈ હતી. પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 11.8 કિલોમીટર લાંબો ટ્રેક બનવાનો હતો. જેમના માટે 10 અરબ ડોલર ખર્ચો હતો અને આ બનાવવા માટે 2.5 વર્ષનો સમય લાગે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને પણ કેન્સલ કરી દીધો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કેન્સલ કરી દીધો. ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું હતું કે અમારી એવી સ્થિતિ નથી કે હાયપરલૂપ જેવા કન્સેપ્ટને અપનાવી શકીએ. હાલ ટ્રાન્સપોર્ટના બીજા માધ્યમ પર વિચાર કરવામાં આવશે. આ ટેકનોલોજી બીજા દેશોમાં આવશે પછી વિચાર કરવામાં આવશે.
અન્ય સેક્ટરોમાં પણ રોકાણ કરવા માંગે છે વર્જિન ગ્રુપ

એક અનુસાર જાણવા મળ્યું છ કે હાયપરલૂપની હાલ ભલે વાતચીત થઈ રહી હોય પણ તે હાલ શક્ય નથી. સમગ્ર વિશ્વમાં આ ટેકનોલોજીનો હજુ સુધી કોઈ પણ જગ્યાએ ઉપયોગ થયો નથી. વર્જિનગ્રુપ ભારતમાં એવિએશન, હોસ્પીટાલિટી, મ્યુઝીક અને ટેલિકોમ - મીડિયા સેક્ટરમાં પણ રોકાણ કરવા માંગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.