બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / કોણ છે આ મુંબઈ પ્રોટેસ્ટની 'પોસ્ટર ગર્લ' રિયા અહીર? જેને પોલીસની વાન આગળ...!

Mumbai News / કોણ છે આ મુંબઈ પ્રોટેસ્ટની 'પોસ્ટર ગર્લ' રિયા અહીર? જેને પોલીસની વાન આગળ...!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:38 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai model Rhiya Ahir: મુંબઈની મોડેલ રિયા આહિરે મુંબઈ પોલીસની વાનને રોકીને અનેક પ્રદર્શનકારીઓને છોડાવ્યા.

Mumbai model Rhiya Ahir: મુંબઈની મોડેલ રિયા આહિરે મુંબઈ પોલીસની વાનને રોકીને અનેક પ્રદર્શનકારીઓને છોડાવ્યા. વાન રોકવાનો તેનો ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે, અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

પેપર લીકને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દિલ્હીથી શરૂ થયેલ પ્રદર્શન હવે અન્ય રાજ્યોમાં પણ પહોચી રહ્યા છે, અને વિદ્યાર્થીઓ મુંબઈમાં પણ પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં રિયા આહિર નામની એક મોડેલને કારણે મુંબઈમાં વિરોધ પ્રદર્શન ચર્ચામાં આવ્યા છે. રિયા દ્વારા મુંબઈ પોલીસની વાનને રોકવાના કેટલાક ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની હિંમતની પ્રશંસા થઈ રહી છે, અને સેલિબ્રિટીઓએ પણ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે.

બોલિવૂડ ડિરેક્ટર ઝોયા અખ્તરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર રિયા આહિરનો ફોટો શેર કર્યો છે. આ ફોટો વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેના વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે. ચાલો જાણીએ કે રિયા આહિર કોણ છે, જેની હિંમતની પ્રશંસા થઈ રહી છે.

રિયા આહિર કોણ છે?

રિયા આહિરનું પૂરું નામ રિયા યાદવ છે, અને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તે પોતાનું નામ રિયા ઇકોસિયા પણ લખે છે. રિયા વ્યવસાયે એક મોડેલ અને અભિનેત્રી છે. તે 27 વર્ષની છે. તે એક ઉદ્યોગસાહસિક પણ છે. તે રિયાસત નામના કપડા બ્રાન્ડ હેઠળ કપડાં ડિઝાઇન કરે છે અને બનાવે છે. રિયાને ડાંસ અને સંગીતનો પણ શોખ છે અને તે અનેક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 110,000 ફોલોઅર્સ છે. તે તાજેતરમાં "દિલબારા" મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી.

અનુરાગ કશ્યપ અને અભિષેક બેનર્જી કરે છે ફોલો

રિપોર્ટ્સની માનીએ તો રિયા ખૂબ ધાર્મિક છે અને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. તે નિયમિતપણે મંદિરોમાં જાય છે. તે ફિલ્મ ઇડસ્ટ્રી સાથે પણ જોડાયેલી છે, અને દિગ્ગજ દિગ્દર્શક અનુરાગ કશ્યપ તેને ફોલો કરે છે. અભિનેતા અને કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક બેનર્જી પણ તેને ફોલો કરે છે. રિયા ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને વારંવાર બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ મનોરંજન / એડવાન્સ બુકિંગમાં જ ચાલ્યું 'જન નેતા'નું તોફાન, વેચાઈ ગઈ 6 લાખથી વધુ ટિકિટ

શું હતો આખો મામલો?

ગયા બુધવારે પેપર લીક સામે શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. આ દરમિયાન રિયા દાદરથી શિવાજી પાર્ક જઈ રહી હતી ત્યારે તેણે મુંબઈ પોલીસની વાનમાં પ્રદર્શનકારીઓને કેદ કરેલા જોયા. પછી તે ભાગી રહેલી વાન સામે આવીને રોકીને ઉભી રહી. પોલીસે વિરોધ કર્યો પરંતુ તે અડગ રહી. પોલીસે તેણીને ખાતરી આપી કે તેઓ આગળ જઇને પ્રદર્શનકારીઓને છોડી દેશે. રિયાએ આગ્રહ કર્યો કે જો તેમને છોડવા હોય તો અહી જ છોડી દો. આખરે ઘણી દલીલો થતી રહી અને આખરે પ્રદર્શનકારીઓને છોડી દેવા પડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને રિયા રાતોરાત લોકપ્રિય થઈ ગઈ. હાલમાં તે દરેક જગ્યાએ છવાયેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Kashyap Model Rhea Ahir Mumbai News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ