ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli's Possibility of dropping out of ODI due to injury in Test

ક્રિકેટ / વિરાટ કોહલીના ગ્રહો બગડ્યાં! T-20માં ઈજાગ્રસ્ત થતા વનડેમાંથી પડતો મૂકાય તેવી સંભાવના,ગમે ત્યારે જાહેરાત

Published By: ParthB

Last Updated: 09:53 AM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીના ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાંથી બહાર થઈ શકે છે.

ADVERTISEMENT

  • વિરાટ કોહલીને ત્રીજી T-20I દરમિયાન પગમાં ઈજા થઈ હતી
  • વિરાટ કહોલી આવતીકાલની મેચમાંથી થઈ શકે છે બહાર
  • કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની સમગ્ર શ્રેણીમાં આરામની માંગ કરી  

વિરાટ કોહલીને ત્રીજી T-20I દરમિયાન પગમાં ઈજા થઈ હતી

ખરાબ ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન વિરાટ કોહલીને ત્રીજી T-20I દરમિયાન પગમાં ઈજા થઈ હતી.જેના કારણે મંગળવારે ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં તેનું રમવું શંકાસ્પદ છે. કોહલીની ઈજાની વિગતો વિશે વિસ્તારથી જાણી શકાયું નથી પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને પ્રથમ મેચમાં બ્રેક આપી શકે છે. જેથી કરીને તે અનુક્રમે 14 જુલાઈ અને 17 જુલાઈએ રમાનારી આગામી બે મેચો માટે ઉપલબ્ધ રહે.
 
 

વિરાટ કહોલી આવતીકાલની મેચમાંથી થઈ શકે છે બહાર

BCCIના એક સૂત્રોના જણાવ્યા અનુસાર “વિરાટને છેલ્લી મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આવું બેટિંગ દરમિયાન થયું હતું કે ફિલ્ડિંગ દરમિયાન. તે કદાચ આવતીકાલની મેચ નહીં રમે." જાણવા મળ્યું છે કે કોહલીએ ટીમ બસમાં નોટિંગહામથી લંડનની મુસાફરી કરી નથી. તેની પાછળ મેડિકલ ચેકઅપ એક કારણ હોઈ શકે છે.

કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની સમગ્ર શ્રેણીમાં આરામની માંગ કરી  

સોમવારે, ફક્ત ODI ટીમ માટે પસંદ કરાયેલા ખેલાડીઓ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર અને પ્રમુખ કૃષ્ણાએ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ જ કારણ છે કે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં પાંચ મેચની T-20 સીરીઝ માટે હવે મંગળવારે ટીમની પસંદગી કરવામાં આવશે. ભારતીય કેમ્પના નજીકના સૂત્રોએ જણાવ્યું કે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની સમગ્ર શ્રેણીમાં આરામની માંગ કરી છે.

ટી-20 ટીમમાં કોહલીના સ્થાન પર વારંવાર પ્રશ્નો ઉઠાવા પામ્યા

દરમિયાન, BCCIએ કોરોના સંક્રમણના ભયને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમને ચાર્ટર્ડ એરક્રાફ્ટ દ્વારા માન્ચેસ્ટરથી મોકલવાનો નિર્ણય કર્યો છે. કપિલ દેવ અને વીરેન્દ્ર સેહવાગ જેવા ભૂતપૂર્વ  ખેલાડીઓ સહિત નિષ્ણાતો દ્વારા ટી-20 ટીમમાં કોહલીના સ્થાન પર વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જોકે, કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનનું જોરદાર સમર્થન કર્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI ODI Virat Kohli injury test ઈજાગ્રસ્ત ઓડીઆઈ ટેસ્ટ બીસીસીઆઈ વિરાટ કહોલી Virat Kohli

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ