બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:39 AM, 10 August 2025
આજના યુગમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાની જાણે સ્પર્ધા ચાલતી હોય એવું લાગે છે કારણ કે ઘણા લોકો લાઇક્સ અને વ્યૂઝ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. તાજેતરમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોંકી ગયા હતા. વીડિયોમાં એક મહિલા પોતાની સાડીના પલ્લુને આગ લગાવીને ડાન્સ કરતી નજરે પડે છે. સળગતા પલ્લુ સાથે તેના ડાન્સ મૂવ્સ કરી રહી છે, જાણે કે આ કોઈ સામાન્ય વાત હોય.
ADVERTISEMENT

ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ધીમે ધીમે સળગતા પલ્લુ વચ્ચે સ્ટેપ બાય સ્ટેપ ડાન્સ કરી રહી છે, જ્યારે નજીકમાં ઉભેલો એક વ્યક્તિ આ દ્રશ્યને મોબાઇલમાં રેકોર્ડ કરી રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @more_fun_007 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયો પોસ્ટ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. ઘણા યુઝર્સે ટિપ્પણી કરી કે, “આવું કામ કોણ કરે છે ભાઈ?” તો કોઈએ લખ્યું કે, “લોકો લાઇક્સ અને વ્યૂઝ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.” કેટલાકે તો આજના રીલબાઝ પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, “લોકો હવે સમજ ગુમાવી બેઠા છે.”

ADVERTISEMENT
આવા પ્રકારના સ્ટંટ કરનાર માટે જ નહીં પરંતુ આસપાસના લોકો માટે પણ આ ઘટના ખતરનાક સાબિત થઈ શકે છે. એક નાની ભૂલ પણ મોટા અકસ્માતમાં ફેરવાઈ શકે છે. નિષ્ણાતોના મતે, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ફોલો કરવાથી અનેકવાર જીવલેણ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો : VIDEO: કળિયુગની કાકી! સળગતી ચિતા સામે છોકરીએ સાડીમાં કર્યો ડાન્સ, રિલ માટે હદ વટાવી
ADVERTISEMENT
ઇન્ટરનેટ પર ડાન્સ વીડિયો સૌથી વધુ જોવાતા કન્ટેન્ટમાં આવે છે, પરંતુ જ્યારે મનોરંજનના નામે સલામતી જોતા નથી ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે. પ્રશ્ન એ છે કે, થોડા લાઇક્સ અને વ્યૂઝ માટે પોતાના જીવનને જોખમમાં મૂકવું કેટલું યોગ્ય છે?
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.