બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:39 AM, 10 August 2025
Viral Video: સોશિયલ મીડિયા પર ઘણા ગજબ વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો તો એટલા વિચિત્ર હોય છે કે જેને જોઈને લોકો તેની પર કોમેન્ટ્સનો મારો ચલાવે છે તો ક્યારેક વીડિયોની ટીકા પર કરે છે. હાલમાં પણ એક યુવતીનો એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. એક કન્ટેન્ટ ક્રિએટરે પોતાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે સાડી પહેરીને બળતી ચિતાની સામે વીડિયો બનાવી રહી છે. આના પર સોશોયલ મીડિયા યુઝર્સ ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે વાયરલ થવા માટે લોકો કોઈ પણ હદ પાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
Kuch bolunga to vivad ho jayega pic.twitter.com/4dHsPaIk7P
— ShoneeKapoor (@ShoneeKapoor) August 7, 2025
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે યુવતીએ જ્યાં વીડિયો બનાવ્યો છે કે તેની પાછળ જ એક ચિતા બળી રહી છે. આનાથી એવું લાગી રહ્યું છે કે આ કદાચ કોઈ શહેરનું સ્મશાનઘાટ છે. આવી જગ્યા પર વીડિયો બનાવવા માટે કેટલાક લોકો તેની ઘણી ટીકા કરી રહ્યા છે.
ADVERTISEMENT

બળતી ચિતા સામે નાચતી દેખાઈ યુવતી
ADVERTISEMENT
વીડિયો જોઇને લાગી રહ્યું છે કે આ યુવતી કોઈ કન્ટેન્ટ ક્રિએટર છે અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવી રહી છે. આ દરમિયાન તે ચિતા સામે જ સાદી પહેરીને નાચતી દેખાઈ રહી છે. તે સતત કેમેરાની સામે પોઝ આપી રહી છે અને ઠમકા લગાવી રહી છે. એવું લાગી રહ્યું છે કે તેને રીલ બનાવવા માટે જ સ્મશાન ઘાટ પર શૂટ કર્યું છે. આના પર એક યુઝરે કહ્યું કે આ કોઈના મોતની મજાક ઉડાવવી છે.
આ પણ વાંચો: VIDEO : અરુણાચલની નાનકડી ગુડિયાએ 'જન ગણ મન' ગાઈને જીતી લીધું બધાનું દિલ, ક્યૂટ એક્સપ્રેશન વાયરલ
ADVERTISEMENT
વીડિયો જોઈ ભડક્યા સોશિયલ મીડિયા યુઝર્સ
વીડિયોની ટીકા કરતા એક યુઝરે લખ્યું - રીલ બનાવવાના ચક્કરમાં લોકો નથી જગ્યા જોઈ રહ્યા છે કે ન તો પ્રસંગ. એક યૂઝરે લખ્યું કે આ ખૂબ જ અસંવેદનશીલ વ્યવહાર છે. ઓછામાં ઓછું જગ્યા અને માહોલનું તો ધ્યાન રાખવું જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું - કળિયુગમાં લાગે છે કે 2 પગવાળા જાનવરોને ઘણું જોવા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.