બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / VIDEO : અરુણાચલની નાનકડી ગુડિયાએ 'જન ગણ મન' ગાઈને જીતી લીધું બધાનું દિલ, ક્યૂટ એક્સપ્રેશન વાયરલ
Viral News: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ કંઈક નવું અને અલગ પ્રકારનું વાયરલ થતુ હોય છે. ત્યારે આજે દેશભરમાં 79માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં, એક ક્યૂટ બાળકી શાળાની પ્રાર્થના દરમિયાન એવું કરે છે જેનાથી સૌ કોઈ ગર્વ અનુભવ થાય છે. આ વીડિયો પર યુઝર્સે જોરદાર કમેન્ટ કરી છે.
ADVERTISEMENT
ક્યુંટ છોકરીનો વીડિયો વાયરલ
અરુણાચલ પ્રદેશની એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભારતનું રાષ્ટ્રગીત ગાય રહી છે. આ વીડિયોમાં, ક્યૂટ છોકરી શાળાની પ્રાર્થના દરમિયાન આંખો બંધ કરીને જન-ગણ-મન ગાતી જોવા મળે છે. જો કે તે કેટલીક પંક્તિઓ યોગ્ય રીતે ગાઈ શકતી નથી, પણ તેની સાચી ભાવના અને પ્રામાણિકતાએ બધાનું દિલ જીતી લીધું છે. વીડિયો પર લોકો બાળકી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
ADVERTISEMENT
અરુણાચલની નાનકડી ગુડિયાએ 'જન ગણ મન' ગાઈને જીતી લીધું બધાનું દિલ, ક્યૂટ એક્સપ્રેશન વાયરલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2025
(આજે ભારત તેનો 79મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે અરુણાચલ પ્રદેશની નાની ગુડિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દેશનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાય રહી છે. નાની બાળકીના ક્યૂટ… pic.twitter.com/gwmrRDUPtF
છોકરીને રાષ્ટ્રગીત પ્રત્યે ઊંડી લાગણી
ADVERTISEMENT
વીડિયો જોઈને એવું લાગે છે કે આ નાની છોકરીને રાષ્ટ્રગીત પ્રત્યે ઊંડી લાગણી છે, છોકરી પૂરી નિષ્ઠાથી રાષ્ટ્રગીત ગાઈ રહી છે અને તે શાળાની પ્રાર્થનામાં એક્ટિવલી ભાગ લઈ રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. અરુણાચલ પ્રદેશના ધારાસભ્ય મુચુ મીઠીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'અરુણાચલમાં ક્યાંક એક નાનો અવાજ અને મજબૂત રાષ્ટ્રગીતની ગૂંજ દુનિયાને કહી રહી છે કે, હું ભારત છું અને ભારત મારામાં છે. જય હિંદ.'

ADVERTISEMENT
વધુ વાંચો : છોકરીએ જોઈતું હતું બોયફ્રેન્ડનું બાળક, લગ્ન પહેલાં માણ્યું સેક્સ, પેલાએ 'રાતની વાત' પતિને કહેતાં ધડામ!
લોકોએ વીડિયોમાં આપી પ્રતિક્રિયા
ADVERTISEMENT
આ વીડિયોએ અત્યાર સુધીમાં 2 લાખ 75 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. જેવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે, લોકોએ તેના પર કમેન્ટ કરવાનું શરુ કર્યું છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, 'ઈન્ટરનેટ પર સૌથી સારી વસ્તુ'. તો અન્ય એક યુઝરે લખ્યુ હતું કે, 'આ બાળકીએ રાષ્ટ્રગીતને દેશભક્તિની ભાવનાને વધુ સુંદર બનાવી દીધુ છે'.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.