બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO: ધક્કા-મુક્કી અને બબાલ! નમો ભારત છે કે લોકલ ટ્રેન? વીડિયો વાયરલ

વાયરલ / VIDEO: ધક્કા-મુક્કી અને બબાલ! નમો ભારત છે કે લોકલ ટ્રેન? વીડિયો વાયરલ

Priyankka Triveddi

Last Updated: 10:14 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતાં રહેતા હોય છે અને એમાંથી અમુક વીડિયો એવા હોય છે કે જે વિશેષ ધ્યાન ખેંચે છે. તેવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેનમાં બસ કરતાં વધારે લોકો ભરેલા છે. અને આ વીડિયો બિહારનો છે.

NAMO Bharat Train Viral Video: વંદે ભારત અને નમો ભારત ટ્રેનને જોઈને જ એવું લાગે કે આમાં બેસવું એટલે લકઝરી, આરામ અને ફિલ્મમાં બતાવે તેવો સુંદર અહેસાસ વાળી મુસાફરી. પણ આ વિચાર ખોટો પાડવાનો છે. જે ટ્રેનનું નામ પડતાં જ લોકો ચોખ્ખી સીટ્સ, શાંતિ અને ફ્લાઇટ જેવ વાતાવરણની અપેક્ષા રાખે છે તેમાં જો તમેં લોકલ ટ્રેન જેવી ભીડ અને ધક્કામુક્કી જોવા મળે તો ? 1 tier માં જનરલ ડબ્બા જેવી ફિલિંગ આવે તો ? બસ તો આ વિડીયો હાલ વાયરલ થયો છે. super luxurious train માં આટલી ભીડ જોઈને ટિકિટ ચેકર પોતે પણ હેરાન થઈ ગયા હતા. આ વીડિયો બિહારનો છે.

નમો ભારત ટ્રેનની હાલત જોઈને માથું કૂટશો તમે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો નમો ભારત એક્સપ્રેસનો છે. જેમાં લક્ઝરી સીટો કરતાં ટ્રેનના દરવાજા પાસે અને વચ્ચેની જગ્યામાં વધારે લોકો ઉભેલા જોવા મળે છે. પરિસ્થિતિ એવી છે કે સીટ રિઝર્વેશન ધરાવતા લોકો પણ ઉભા રહીને મુસાફરી કરી રહ્યા છે. જાણે કોઈએ ટ્રેનને સ્પેશિયલ જનરલ કોચ એડિશનમાં અપગ્રેડ કરી હોય. 180 ની સ્પીડવાળી આ ટ્રેન હજારો લોકોની ભીડ સાથે દોડવા માટે તૈયાર છે અને દર્શકો કહી રહ્યા છે કે લક્ઝરીની મજા હવે ધક્કામુક્કી સાથે આવી રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો લોકલ ટ્રેનના કોચમાં ચઢતી વખતે ટ્રેનમાં ચઢી રહ્યા છે. દરવાજા પર ખૂબ ધક્કામુક્કી થઈ રહી છે અને લોકો એવી રીતે ચઢી રહ્યા છે જાણે યુદ્ધની ઘોષણા થઈ ગઈ હોય.

વધુ વાંચો: VIDEO: 78 રૂપિયાનું એક બટેકું.. કોથમીરના 90 રૂપિયા, ભાવ જોઈ ચોંકી જશો, જુઓ વીડિયો

Vtv App Promotion 2

યુઝર્સે વીડિયોની લીધી મજા

આ વીડિયો @ChapraZila નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. અને ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. હાલ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું 'ભાઈ અને તો છોડી દેવું હતું. આ તો લક્ઝરી છે. બીજા યુઝરે કટાક્ષમાં લખ્યું , ' ટ્રેનની હાલત જોઈને લાગે છે કે ભારત વિશ્વ ગુરુ બનવાનું છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VIRAL VIDEO NAMO Bharat Train Viral Video Trending Bihar Train Video
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ