બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:05 PM, 12 August 2025
સોશિયલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારત અને કેનેડાની Grocery કિંમતોનો તફાવત દેખાડવામાં આવ્યો છે. આ વીડિયો કેનેડામાં રહેતી ભારતીય મહિલાએ શેર કર્યો છે. જેને લઈને સોશિયલ મીડિયામાં મોટી બબાલ ઉભી થઈ છે. લોકોના વસ્તુઓની કિંમત સાંભળીને હોંશ ઉડી ગયા હતા.
ADVERTISEMENT
કંટેન્ટ ક્રિએટર કનુપ્રિયાએ કેનાડેમાં એક સુપર માર્કેટનો વીડિયો શેર કર્યો છે.અને કેપ્શનમાં લખ્યું છે " શું તમે ક્યારેય બ્રેડ અને દૂધ ખરીદ્યા પછી ગરીબી અનુભવી છે ?"
ફ્રીમાં મળતા ધાણાની કિંમત 90 રૂપિયા
ADVERTISEMENT
આ વીડિયોમાં, મહિલાએ રોજિંદા વસ્તુઓના ભાવ બતાવ્યા છે, જેણે નેટીઝન્સને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. કલ્પના કરો, ભારતમાં ઘણીવાર મફતમાં મળતા ધાણાના પાનની કિંમત કેનેડામાં 90 રૂપિયા છે. એટલું જ નહીં, 20 થી 25 રૂપિયામાં મળતા ફૂલકોબીની કિંમત 237 રૂપિયા છે.

ADVERTISEMENT
78 રૂપિયાનું એક બટાકુ
ચોંકાવનારી વાત તો એ છે કે કેનેડામાં એક બટાકાની કિંમત 78 રૂપિયા છે.આજ રીતે એક ગાજર 66 રૂપિયા,અને આદુનો એક ટુકડો 177 રૂપિયામાં વેચાય છે. જ્યારે દુધની વાત કરીએ તો કેનેડામાં ચાર લીટર પેકેટ લગભગ 396 રૂપિયા આના સીવાય એક બ્રેડનું પેકેટ યહાં 230 રૂપિયામાં મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો; શું કરે છે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની દીકરી? ઈન્સ્ટાગ્રામ પર છે ફક્ત 2500 ફોલોઅર્સ
આ વીડિયો પછી, સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓનો પ્રવાહ ઉભરી આવ્યો. કેટલાક લોકો વસ્તુઓની કિંમતો પર આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, તો ઘણા લોકો આ સરખામણીને ખોટી ગણાવી રહ્યા છે. લોકો કહે છે કે જ્યારે કમાણી ડોલરમાં હોય છે, તો પછી વસ્તુઓની સરખામણી રૂપિયામાં કેમ કરવી?
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘણા લોકો કહે છે કે કેનેડામાં લોકોની આવક ભારત કરતા ઘણી વધારે છે. તેથી, આ ખર્ચ તેમના માટે બહુ મુશ્કેલ નથી. એક યુઝરે પૂછ્યું, ડોલરમાં કમાણી, રૂપિયામાં તળવું. બીજાએ કહ્યું, ભારતમાં, ધાણા મફતમાં લેવામાં આવે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.