બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / VIDEO: યુવતીએ ચાલુ ગાડીએ બોનેટ પર ચડીને કર્યું ઓરા ફાર્મિગ, હવે પોલીસે કર્યું બામ્બુ ફાર્મિંગ
Last Updated: 01:18 PM, 25 July 2025
મુંબઈમાં એક મહિલાએ ચાલતી કારના બોનેટ પર ચડીને વાયરલ થયેલા ઓરા ફાર્મિંગનો ડાન્સ કરીને રીલ બનાવી હતી. આ રીલ આ મહિલાએ મર્સિડીઝ ગાડીના બોનેટ પર ચડાવીને બનાવી હતી. આ ઘટના 20 જુલાઈની છે અને મુંબઈના ખારઘર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની વચ્ચે પોતાની મર્સિડીઝ બેનઝ પર તેણે આ સ્ટંટ કર્યો હતો. આ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પછી પોલીસ એક્શનમાં આવી છે. અને નવી મુંબઈ પોલીસે આ કેસમાં 24 વર્ષના બે યુવકો સામે કેસ દાખલ કર્યો છે જે કારની અંદર બેઠા હતા.
ADVERTISEMENT
જો તમે પણ સોશિયલ મીડિયા પર એક્ટીવ હશો તો તમે પણ જાણતા જ હશો કે આ ઓરા ફાર્મિંગ વાળી રીલ આજ કાલ ટ્રેન્ડ કરી રહી છે. અને આજકાલ લોકો પોતાના ફોલોઅર વધારવા અને ફેમસ થવા માટે કઈ પણ કરતા હોય છે. અને જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ટ્રેન્ડને ફોલો કરવાથી સોશિયલ મીડિયા પર વધુ જલ્દી રીચ મળે છે. ખાસ ઉલ્લેખનીય છે કે આ પહેલા આ જ ટ્રેન્ડ પર મુંબઈ પોલીસ પોતે પણ રીલ બનાવી ચુકી છે. આ મહિલા જાણીતી ઇન્ફ્લુએન્સર Nazmeen Sulde છે.
ઈન્ડોનેશિયાના ટેણિયાએ તો મુંબઈ પોલીસને પણ ચડાવી દીધો 'Aura'નો રંગ, જુઓ વીડિયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2025
(સોશિયલ મીડિયામાં ઇન્ડોનેશિયાના એક 11 વર્ષના ટેણિયાનો વીડિયો તાજેતરમાં જ ખૂબ વાયરલ થયેલો. જે રનિંગ બોટ પર જોરદાર ડાન્સ કરતો નજરે પડે છે. જેને લોકો “Legendary Aura Farming” તરીકે ઓળખવા લાગ્યા. ત્યારે આ… pic.twitter.com/gjA3PzaH4o
ADVERTISEMENT
પોલીસે બે યુવકો સામે નોંધી ફરિયાદ
મુંબઈ પોલીસે આ વીડિયો સામે આવ્યા પછી 24 વર્ષના 2 યુવકો સામે કેસ દાખલ કર્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે તેમની કાર પર આ મહિલાને રીલ બનાવવા માટે પરમિશન આપી હતી. આ સ્ટંટ 20 જુલાઈના રોજ ખારઘર વિસ્તારમાં ટ્રાફિકની વચ્ચે મર્સિડીઝ બેન્ઝ પર કર્યો છે અને એટલું જ નહિ આ અત્યાર સુધીમાં લાખો લોકોએ શેર પણ કર્યું છે.
ADVERTISEMENT
કાર ડ્રાઈવર પાસે નથી લાયસન્સ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બે આરીપો અલ્ફેશ આઝમ શેખ અને રફીક પાસે વેલીડ driving લાયસન્સ પણ નથી. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે એક મહિલા બ્લેક કલરના ડ્રેસમાં કારના બોનેટ પર ડાન્સ કરી રહી છે. જો કે આવા કેસ લોકો માટે જાનલેવા પણ સાબિત થઇ શકે છે.
ADVERTISEMENT
<script async src="//www.instagram.com/embed.js"></script>
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: આ ફિલ્મી સીન નથી! રસ્તા પર જતા વાહનો પર પ્લેન ક્રેશ થયું, ખૌફનાક વીડિયો

ADVERTISEMENT
કઈ કલમ હેઠળ ગુનો
આ સંદર્ભમાં,એક અધિકારીએ જણાવ્યું હતું કે આવા બેદરકાર કૃત્યો લોકોના જીવનને જોખમમાં મૂકે છે ઉપરાંત સામાન્ય લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ પણ બનાવે છે. શેખ અને સુલદે પર ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, બેદરકારી દાખવવી, અન્ય લોકોના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવી અને ગુનાહિત હત્યાનો પ્રયાસ કરવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ કેસમાં મોટર વાહન કાયદાની જોગવાઈઓ પણ લાગુ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.