બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO: આ ફિલ્મી સીન નથી! રસ્તા પર જતા વાહનો પર પ્લેન ક્રેશ થયું, ખૌફનાક વીડિયો

Viral / VIDEO: આ ફિલ્મી સીન નથી! રસ્તા પર જતા વાહનો પર પ્લેન ક્રેશ થયું, ખૌફનાક વીડિયો

Last Updated: 11:56 PM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇટાલીમાં એક વિમાન ક્રેશ થયું. આ વિમાન હાઇવે પર પડ્યું, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે

ઇટાલીમાં એક વિમાન ક્રેશ થયું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા વાહનો હાઇવે પરથી પસાર થઈ રહ્યા છે. ઘણા મોટા વાહનો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન એક નાનું વિમાન આવીને રસ્તા પર પડી ક્રેશ થાય છે.

વિમાન રસ્તા પર પડતાની સાથે જ તેમાં આગ ભભૂકી ઉઠે છે. આ દરમિયાન એક સ્પીડમાં આવતી કાર પણ ભીષણ આગની ચપેડમાં આવી જાય છે. જોકે, સદનસીબે કાર આ આગમાંથી બહાર નીકળી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં બે લોકો સવાર હતા અને બંનેના મોત થયા છે.

વધુ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણીનો વિપક્ષ બહિષ્કાર કરી શકે! તેજસ્વી યાદવનું મોટું નિવેદન

આ વિમાન દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થતા વાહનો પણ ટકરાયા હતા, અહેવાલો અનુસાર બે અન્ય લોકો ઘાયલ થયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેઓ હવે ખતરાથી બહાર છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી પુષ્ટિ કરી નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના કારણો શોધવામાં આવી રહ્યા છે.

ઘટના બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં આખો કાટમાળ બળીને રાખ થઈ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો અને અસરગ્રસ્ત વાહનોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Italy Viral Video Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ