બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બિહાર વિધાનસભા ચૂંટણીનો વિપક્ષ બહિષ્કાર કરી શકે! તેજસ્વી યાદવનું મોટું નિવેદન

રાજકારણ / બિહાર વિધાનસભા ચૂંટણીનો વિપક્ષ બહિષ્કાર કરી શકે! તેજસ્વી યાદવનું મોટું નિવેદન

Last Updated: 09:03 PM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે કે બિહાર ચૂંટણીનો બહિષ્કાર થઈ શકે છે. આ અંગે ચર્ચા થઈ શકે છે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આગામી ચૂંટણીઓ અંગે મોટો સંકેત આપ્યો છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું વિપક્ષ એકસાથે ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, ત્યારે તેજસ્વી યાદવે કહ્યું, 'આ અંગે પણ ચર્ચા થઈ શકે છે. અમે જોઈશું કે લોકો શું ઇચ્છે છે અને દરેકનો અભિપ્રાય શું છે.' તેમને આ નિવેદન એક ન્યુઝ એનજન્સી સાથે વાત કરતા સમયે આપ્યું હતું.

તેજસ્વી યાદવે આનિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે વિપક્ષી પક્ષો એકતા અને ચૂંટણી રણનીતિ અંગે સતત વિચાર-વિમર્શ કરી રહ્યા છે. તેમને સ્પષ્ટ કર્યું કે લોકોની લાગણીઓ અને તમામ પક્ષોના સામૂહિક અભિપ્રાયને પ્રાથમિકતા આપવામાં આવશે.

તેજસ્વી યાદવના આ નિવેદનને વિપક્ષ તરફથી મજબુત રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે તેમને સ્પષ્ટપણે કહ્યું ન હતું કે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, પરંતુ તેમને ચોક્કસપણે કહ્યું હતું કે વિકલ્પ પર વિચાર કરવામાં આવશે.

વધુ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલ કાયદા સાથે જોડાયેલા 4 આતંકવાદીઓની ધરપકડ

વિપક્ષની કેવી રણનીતી હોઈ શકે છે?

આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં વિપક્ષની રણનીતિમાં એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે, જેમાં ચૂંટણી બહિષ્કાર પણ એક વિકલ્પ હોઈ શકે છે. તેજસ્વીનું આ નિવેદન દર્શાવે છે કે વિપક્ષી પક્ષો આગામી ચૂંટણીઓ અંગે તમામ શક્યતાઓ પર વિચાર કરી રહ્યા છે, જેમાં બહિષ્કાર જેવું પગલું પણ શામેલ હોઈ શકે છે.

બિહારમાં ચૂંટણી ક્યારે યોજાઈ શકે છે?

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબર-નવેમ્બર 2025 માં યોજાવાની શક્યતા છે, કારણ કે વર્તમાન વિધાનસભાની ટર્મ 22 નવેમ્બર 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હાલમાં, બિહારમાં SIRનો મુદ્દો ચરમ સીમાએ છે. ચૂંટણી પંચે 28 જૂન 2025 થી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં દસ્તાવેજ ચકાસણી અને મતદાર યાદીની સમીક્ષાનો સમાવેશ થાય છે. ડ્રાફ્ટ મતદાર યાદી 1 ઓગસ્ટ 2025 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે, અને અંતિમ યાદી 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં બહાર પાડવામાં આવશે.

બુધવારે બિહાર વિધાનસભામાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે ભારે ચર્ચા થઈ હતી. નીતિશ કુમાર અને તેજસ્વી વચ્ચે ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી. બંને એકબીજાને સવાલો કરી રહ્યા હતા. આ દરમિયાન ભાઈ વીરેન્દ્રએ એક કોમેન્ટ કરી અને હોબાળો મચી ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tejashwi Yadav election boycott statement Bihar Assembly Elections 2025 updates RJD opposition strategy Bihar polls
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ