બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / VIDEO : રામાયણ કાળનું જટાયું પક્ષી ફરી દેખાતાં ભારે ઉત્સુકતા, રોડ સાઈડે બેસતાં સેલ્ફી લેવા પડાપડી
Last Updated: 09:40 AM, 27 July 2025
Jatayu Lookalike Bird Viral Video: જો તમે ધાર્મિક ગ્રંથિ વાંચતાં હશો કકે પછી ભારતવર્ષના ઇતિહાસ વિષે જાણતા હશો તો એ પણ જાણતા હશો કે તેમાં રહેલા ઘણા પાત્રો અમર છે અને એવું માનવામાં આવે છે કે તે અમર પાત્રો આજે પણ પૃથ્વી પર હયાત છે. હાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને પણ લોકોને એ જ જૂન કાળની યાદ આવી ગઈ છે.
ADVERTISEMENT
વાત જાણે એમ છે કે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોને રસ્તા પર એક એવું પક્ષી નજર આવી રહ્યું છે કે જેને જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા છે અને તેની સાથે સેલ્ફી અને વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે. જો તમે રામાયણની કથા વિષે જાણતા હશો તો તેમ આવતા જટાયું નામના વિશાળકાય પક્ષી વિશે પણ જાણતા જ હશો. અત્યારે ટ્રેન્ડ થઈ રહેલા વાયરલ વિડિયોમાં એક મહાકાય પક્ષી રસ્તાના સાઈડમાં એક ખડક પર બેસેલું દેખાય છે અને તેને જોઈને લોકોને રામાયણના જટાયું ની યાદ આવી ગઈ છે. તેના મહાકાય શરીરને કારણે લોકોમાં તેણે ખાસ આકર્ષણ અને ઉત્સુકતા જન્માવી છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક જટાયું જેવુ દેખાતું વિશાળકાય પક્ષી, ગીધ જેવુ મોટું પક્ષી રસ્તાના જીનારે શાંતિથી બેઠું છે. લોકો તેની તરફ એટલા માટે પણ વધારે આકર્ષાઈ રહ્યા છે કારણકે તે ખૂબ વિશાળ છે અને શાંત મુદ્રામાં બેઠું છે. જોવા વાળાને આ જટાયુંની યાદ અપાવી રહ્યું છે.
लगता है रामायण काल के जटायु आज भी पाए जाते है
— Sweta Srivastava (@swetasamadhiya) July 25, 2025
जय श्री राम pic.twitter.com/7tl4Dgo9bk
ADVERTISEMENT
કયું છે પક્ષી?
રસ્તે જતાં લોકો રોકાઈને આ દુર્લભ પક્ષીના ફોટો અને વીડિયો રેકોર્ડ કરવા લાગ્યા અને આ વીડિયોને લીધે જ હાલ તે ઈન્ટરનેટ પર સમાચારમાં આવી ગયું છે. આ વિડિયોમાં જે પક્ષી નજરે આવી રહ્યું છે તે અસલમાં એક દુર્લભ ગીધ પ્રજાતિનું પક્ષી છે. આ પ્રજાતિનું નામ એન્ડીયન કોન્ડોર (Andean Condor) છે જે દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વતમાળામાં જોવા મળે છે. આમ તો આ પક્ષી માનવ વસાહતોથી દૂર એકલતામાં શાંતમાં રહે છે પણ આ વિડિયોમાં જોઈ શકાય છે કે તે માત્ર રસ્તાના કિનારે બેઠું જ નથી પણ તેણે ભીડથી પણ કોઈ તકલીફ પડી રહી નથી. તેનું શાંત વર્તન જ લોકોમાં વધુ ઉત્સુકતા જન્માવી રહ્યું છે.
ADVERTISEMENT
વાત કરીએ રામાયણની તો રામાયણમાં જટાયું એક વીર ગીધ હતું જેણે માતા સીતાના રક્ષણ માટે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. અને માટે જ આઆ વિશાળકાય પક્ષીને 'જટાયુંનો અવતાર' લોકો કહી રહ્યા છે. વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર કમેંટ્સ વધી ગઈ છે. અમુક શ્રધ્ધાળુઓએ તેને રામાયણ કાળનો સંકેત ગણાવ્યો છે તો અમુક લોકોએ આને પ્રકૃતિ/કુદરતનો અદભૂત ચમત્કાર.
વધુ વાંચો: VIDEO: મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવી કથાકાર અનિરુદ્ધાચાર્યને ભારે પડી, આખરે માફી માંગી
ADVERTISEMENT

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર swetasamadhiya નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું છે. અને અત્યાર સુધીમાં આ વીડિયોને 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
ADVERTISEMENT

હજારો લોકોએ લાઇક કર્યું છે. એક યુઝરે કહ્યું કે " લાગે છે કે રામાયણ કાળ પાછો આવી ગયો છે" તો બીજાએ કહ્યું કે "આ ભારતમાં જોવા મળતા નથી" ત્રીજાએ કહ્યું કે "આ બિલકુલ રામાયણના જટાયું જેવુ દેખાઈ રહ્યું છે. "
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.