બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO : 80 વર્ષના દાદીએ 10,000 ફૂટની ઊંચાઈથી લગાવી છલાંગ, જન્મદિવસે જ બનાવ્યો રેકોર્ડ!

વાયરલ / VIDEO : 80 વર્ષના દાદીએ 10,000 ફૂટની ઊંચાઈથી લગાવી છલાંગ, જન્મદિવસે જ બનાવ્યો રેકોર્ડ!

Priyankka Triveddi

Last Updated: 12:15 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે વિચાર્યું છે કે તમે તમારા 80 માં જન્મદિવસની ઉજવબી કેવી રીતે કરશો? તમને જન્મદિવસ ઉજવવાનો શોખ છે? તમે જન્મદિવસને exciting બનાવવા શું કરી શકો? હાલ એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક 80 વર્ષની મહિલાએ અનોખી રીતે તેના જન્મદિવસની ઉજવણી કરીને તેને યાદગાર બનાવ્યો હતો.

Sky Diving Video: શું તમે તમારા જન્મદિવસની ઉજવણી માટે કોઈ રોમાંચક ઘટના કે exciting adventure શોધી રહ્યા છો? તો મળો 80 વર્ષીય ડૉ. શ્રદ્ધા ચૌહાણને. તેમની વાર્તા તમને ઉત્સાહથી ભરી દેશે. પોતાના 80મા જન્મદિવસને યાદગાર બનાવવા માટે ડૉ. ચૌહાણે એવું કંઈક કર્યું જે આ ઉંમરે વિચારવું પણ મુશ્કેલ છે. પોતાના 80 ના જન્મદિવસને યાદગાર બનાવવા માટે તેમણે 10000 ફૂટની ઊંચાઈથી સ્કાયડાઇવિંગ કર્યું.

આ સિદ્ધિ સાથે તે આવું કરનારા તે સૌથી મોટી ઉંમરની ભારતીય મહિલા બન્યા છે. આશ્ચર્યજનક રીતે ડૉ. ચૌહાણ વર્ટિગો, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અને કરોડરજ્જુની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આમ છતાં તેમણે હરિયાણાના નારનૌલ એરસ્ટ્રીપ પર સ્થિત 'સ્કાયહાઈ ઈન્ડિયા' ખાતે આ adventure કર્યું. આ સ્થળ દિલ્હીથી માત્ર બે કલાક દૂર છે અને ભારતનો એકમાત્ર પ્રમાણિત નાગરિક ડ્રોપ ઝોન છે.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો 'સ્કાયહાઈ ઈન્ડિયા' દ્વારા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. જે હવે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં ડૉ. ચૌહાણના પુત્ર રિટાયર બ્રિગેડિયર સૌરભ સિંહ શેખાવત તેમને મદદ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે બ્રિગેડિયર શેખાવત ભારતીય સેનાના સૌથી આદરણીય અધિકારીઓમાંના એક છે.

આ વીડિયોમાં રિટાયર બ્રિગેડિયર સૌરભ સિંહ શેખાવત તેમની માતાને "જન્મદિવસની શુભકામનાઓ" આપે છે.

પોતાની ખુશી વ્યક્ત કરતા ડૉ. ચૌહાણે કહ્યું "મારા હૃદયમાં વિમાનની જેમ આકાશમાં ઉડવાની ઇચ્છા હતી. આજે મારા દીકરાએ તે ઇચ્છા પૂરી કરી છે. આ ખૂબ જ ગર્વની ક્ષણ છે."

sky-diving

આ વીડિયોમાં જોઈ શકાય છે કે diving પહેલા તેમનો દીકરો તેમણે warm up કરે છે. વિમાનની અંદર તેમને ગિયર પહેરાવે છે અને પછી ગોપ્રો કેમેરાથી શૂટ કરે છે. ડાઈવ પછી ત્યાં હાજર ભીડે તાળીઓ અને ચિચિયારી પાડીને તેમને વધામણી આપી હતી.

વધુ વાંચો: VIDEO : ચાલતી ટ્રેનમાં લાગી ભયાનક આગ, રુવાડા ઉભા કરી દે તેવો વીડિયો

Vtv App Promotion 2

ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું: "તે હવે ટેન્ડમ સ્કાયડાઇવ કરનારી સૌથી વૃદ્ધ ભારતીય મહિલા છે.એક માતા. એક સીમાચિહ્નરૂપ. એક ક્ષણ જે આકાશ સુધી પહોંચી. હિંમતને કોઈ ઉંમર નથી હોતી અને પ્રેમને કોઈ ઊંચાઈ નથી હોતી."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

birthday celebration of , lady story old 80 Inspirational
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ