ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : ચાલતી ટ્રેનમાં લાગી ભયાનક આગ, રુવાડા ઉભા કરી દે તેવો વીડિયો

દુર્ઘટના / VIDEO : ચાલતી ટ્રેનમાં લાગી ભયાનક આગ, રુવાડા ઉભા કરી દે તેવો વીડિયો

Published By: Priykant Shrimali

Last Updated: 12:10 PM, 4 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Burning Train : ટ્રેનના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને મુસાફરોમાં હંગામો મચી ગયો, જાણો પછી શું થયું ? અહીં જુઓ Viral Video

ADVERTISEMENT

The Burning Train : ક્યારેક વિમાનમાં આગ લાગે છે તો ક્યારેક ટ્રેનના એન્જિનમાં, શું થઈ રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે? તાજેતરમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેમાં આગ લાગી હતી આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા હવે એક ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એન્જિનમાં આગ લાગી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો કર્ણાટકના બેંગ્લોરનો હોવાનું કહેવાય છે. જ્યાં ઉદયપુર જઈ રહેલી હમસફર એક્સપ્રેસના એન્જિનમાં અચાનક આગ લાગતાં મોટી દુર્ઘટના ટળી ગઈ. અહેવાલો અનુસાર એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો. થોડી જ વારમાં ટ્રેનમાં હંગામો મચી ગયો.

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

આ તરફ આગની જ્વાળાઓ જોઈને તાત્કાલિક ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને રેલ્વે પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે, આગ સમયસર કાબુમાં આવી ગઈ હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

આ પણ વાંચો : VIDEO : ધૂમ સ્ટાઈલમાં આંટીએ ચલાવી સાયકલ, લોકોએ ભરી ભરીને કરી કમેન્ટ

લોકોની પ્રતિક્રિયા

વાયરલ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કોઈ અકસ્માત થયો નથી તે પૂરતું છે. કેટલાક લોકો પૂછી રહ્યા છે કે, શું હમસફર એક્સપ્રેસના મુસાફરો ઠીક છે? તે જ સમયે કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે, એન્જિન 10 કે 15 વર્ષ જૂનું હોવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

The Burning Train Train Engine Humsafar Express

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ