બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / Video: મહિલાએ ભરબજાર વચ્ચે એવી રીતે સાડી પહેરી, કે વીડિયો જોનારા તો દંગ રહી ગયા

વાયરલ / Video: મહિલાએ ભરબજાર વચ્ચે એવી રીતે સાડી પહેરી, કે વીડિયો જોનારા તો દંગ રહી ગયા

Priyankka Triveddi

Last Updated: 03:41 PM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વીડિયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વિડીયો ખૂબ ડેન્જર્સ હોય છે અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડ વળી જાવ. ક્યાંક કોઈ દેસી જુગાડનો વીડિયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વીડિયો . અમુક એવા વિડીયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે આવા અવનવા વીડિયોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

Girl in Red Saree Viral Video: મોનિકા કબીર નામની આ મહિલાએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો તુર્કીએમાં શુટ કરવામાં આવ્યો છે. જે જોઈને તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

તાજેતરમાં તુર્કીએમાં એક ભીડભાડવાળા જાહેર સ્થળે એક મહિલાને જોઈને લોકો દંગ રહી ગયા. મોનિકા એક મોલની બહાર હાથમાં એક બેગ લઈને આવી અને પછી જાહેરમાં જ તે બેગમાંથી સાડી કાઢીને સાડી પહેરવા લાગી અને તેનો વીડિયો શુટ કર્યો. તેણે જાહેરમાં બધાની વચ્ચે સાડી પહેરતા લોકો જોવા ઊભા રહી ગયા હતા. અમુક લોકો માને છે કે જાહેરમા સંસ્કૃતિ અપનાવવામાં કંઈ ખોટું નથી. પરંતુ બીજી બાજુ જાહેરમાં કરવામાં આવેલા આ વિચિત્ર કૃત્યથી અમુક લોકો ગુસ્સે પણ થયા છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાએ લાલ બ્લાઉઝ પહેર્યો છે અને બ્લેક લેગિંગ્સ પહેર્યું છે. તેના હાથમાં કેટલીક શોપિંગ બેગ છે. પણ આ શું છે? અચાનક આ મહિલા રસ્તાની વચ્ચે પોતાના કપડાં બદલવા લાગે છે. આ જોઈને પસાર થતા લોકો પણ દંગ રહી જાય છે. વીડિયોમાં, તમે જોશો કે મહિલા પહેલા પેટીકોટ પહેરે છે, પછી લાલ સાડી કાઢીને પહેરવાનું શરૂ કરે છે, અને આ બધું ભીડની સામે થઈ રહ્યું છે.

રસ્તા પર ખુલ્લેઆમ સાડી પહેરીને

વીડિયોમાં તમે જોશો કે જ્યારે મહિલા સાડી પહેરી રહી હતી ત્યારે કેટલાક લોકો તેને ખૂબ જ ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા, જ્યારે કેટલાક આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સમજી શક્યા ન હતા કે શું થઈ રહ્યું છે. તે જ સમયે ઘણા લોકો સ્પષ્ટપણે અણગમો સાથે જોઈ રહ્યા હતા. મહિલા સાડી પહેરીને કેમેરા સામે પોઝ આપે છે. આ મહિલાની ઓળખ વ્લોગર મોનિકા કબીર તરીકે થઈ છે જે બાંગ્લાદેશના ચિત્તાગોંગની રહેવાસી છે.

સંસ્કૃતિનો અનાદર કે ધ્યાન આકર્ષિત કરવાનો રસ્તો?

@monica_kabir_ હેન્ડલ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ વીડિયો ક્લિપ અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ વખત જોવામાં આવી છે. જ્યારે લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ અલગ વાતો કહી રહ્યા છે. ઘણા નેટીઝન્સે તેને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે. એક યુઝરે ટિપ્પણી કરી રસ્તા પર ભારતીય સંસ્કૃતિની ખુલ્લેઆમ મજાક ઉડાવવામાં આવી રહી છે. બીજા યુઝરે કહ્યું કોઈની સંસ્કૃતિ અપનાવવી સારી વાત છે પરંતુ રસ્તાની વચ્ચે આ બધું કરવું થોડું નહીં પણ વધારે પડતું છે.

બીજા એક યુઝરે લખ્યું કેટલાક લોકો વ્યૂ માટે મર્યાદા ઓળંગી રહ્યા છે. બીજા એક યુઝરે કહ્યું, ચેન્જિંગ રૂમમાં જાઓ બહેન, જો તમને તે ન મળે તો જાહેર શૌચાલયની અંદર એકાંતમાં તમારા કપડાં બદલો, કોઈ કંઈ કહેશે નહીં. પરંતુ આ ખરેખર શરમજનક છે.

વધુ વાંચો: ક્યારેય નહીં જોઇ હોય આવી દેશી લેમ્બોર્ગિની! વીડિયો વાયરલ થતા જ યુઝર્સે કહ્યું 'ફાયર'

Vtv App Promotion 2

જો કે વિડિયોમાં જોઈ શકાય છે કે સાડી બદલ્યા બાદ તેને સિક્યોરીટી દ્વારા ત્યાંથી જવાનું કહેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lady wearing saree in public Girl in Red Saree Viral Video Saree Viral Video
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ