બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / Video: છોટા પેકેટ બડા ધમાકા, નાની છોકરીના ડાન્સ સ્ટેપ્સ જોઈને લોકો થયા દીવાના, કહ્યું 'Little...'

વાયરલ / Video: છોટા પેકેટ બડા ધમાકા, નાની છોકરીના ડાન્સ સ્ટેપ્સ જોઈને લોકો થયા દીવાના, કહ્યું 'Little...'

Priyankka Triveddi

Last Updated: 01:06 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર એક વિડીયો એ ખૂબ ધૂમ મચાવી છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નાની બાળકીનો આ ક્યૂટ વિડીયો જોઈને તમને પણ મજા આવશે.

સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વીડિયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વિડીયો ખૂબ ડેન્જર્સ હોય છે અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડ વળી જાવ. ક્યાંક કોઈ દેસી જુગાડનો વીડિયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વીડિયો . અમુક એવા વિડીયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે આવા અવનવા વીડિયોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર છવાઈ “નાની સરોજ ખાન”

તાજેતરમાં એક નાની છોકરીનો ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં નાની છોકરી પોતાના ઉત્સાહ અને આત્મવિશ્વાસથી બધાનું દિલ જીતી રહી છે. લોકો તેના નૃત્યના હાવભાવ, સ્ટેપ્સ અને એક્સપ્રેશનથી એટલા પ્રભાવિત થયા કે તેને પ્રેમથી “નાની સરોજ ખાન” કહેવા લાગ્યા છે.

નાની ડાન્સરની એનર્જી અને સ્મિતે જીતી લીધાં લાખો દિલ

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @sameerhasni નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોમાં છોકરી કોઈ પાર્ટી કે ફંક્શનમાં સંગીતની ધૂન પર નાચતી જોવા મળે છે. ગીત શરૂ થતાં જ તે એવી એનર્જી અને કોન્ફિડન્સ સાથે ડાન્સ કરે છે કે ત્યાં રહેલા બધા લોકો ખુશ થઈ જાય છે. ઘણા લોકો તેના ડાન્સને પોતાના મોબાઇલમાં કેદ કરી રહ્યા છે, તો ઘણા લોકો તાળીઓ પાડી તેની હિંમત વધારી રહ્યા છે. વીડિયોના દ્રશ્યોમાં આનંદ અને સકારાત્મકતા છલકાય છે. જે જોનારા લોકોના ચહેરા પર સ્મિત લાવી દે છે. આ નાની ક્યૂટ છોકરીએ માત્ર ડાન્સ સ્ટેપ જ નહિ પણ સાથે સાથે એકપ્રેશન પણ ઓન પોઈન્ટ આપ્યા છે. તેને જોઈને જ એવું લાગે કે કોઈ ટ્રેઈન ડાન્સર ડાન્સ કરી રહ્યું છે.

વધુ વાંચો: VIDEO: આવું કોણ કરે? ચાલતી ટ્રેનમાં શખ્સે કર્યું એવું કામ કે વીડિયો વાયરલ

vtv app promotion

“આ ભવિષ્યની ડાન્સિંગ ક્વીન છે” યુઝર્સ કમેન્ટ

viral-dance-girl-user-comment

વીડિયો પોસ્ટ થયા બાદ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સની વરસાદ શરૂ થઈ ગઈ. કોઈએ લખ્યું, “આટલી નાની ઉંમરે આવો આત્મવિશ્વાસ અદભૂત છે,” તો કોઈએ કહ્યું, “આ નાની સરોજ ખાન છે, તેના સ્ટેપ્સ મેજિકલ છે.” અનેક યુઝર્સે તેની હિંમત, ઉત્સાહ અને મીઠી સ્મિતની પ્રશંસા કરી. છોકરીની નિર્દોષતા અને ડાન્સ માટેનો જોશ લોકોને ખૂબ ગમી રહ્યો છે. આ જ કારણ છે કે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને નાની છોકરી સોશિયલ મીડિયાની નવી “ડાન્સિંગ ક્વીન” બની ગઈ છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Little Saroj Khan Dance Video Viral Video
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ