ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO: આવું કોણ કરે? ચાલતી ટ્રેનમાં શખ્સે કર્યું એવું કામ કે વીડિયો વાયરલ

Viral / VIDEO: આવું કોણ કરે? ચાલતી ટ્રેનમાં શખ્સે કર્યું એવું કામ કે વીડિયો વાયરલ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:13 PM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોશિયલ મીડિયા પર ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિનો નહાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

ADVERTISEMENT

Viral Video: સોશિયલ મીડિયા પર ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિનો નહાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે ટ્રેનનો ડબ્બો જાણે બાથરૂમ હોય તેવી રીતે વ્યક્તિ નહાતો જોઇ શકાય છે.

આ ઘટના ઝાંસીના વીરંગના લક્ષ્મીબાઈ સ્ટેશન પર બની હોવાનું જાણવા મળે છે. વીડિયો વાયરલ થયા પછી આરપીએફએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. આરોપીએ રીલ બનાવવાની વાત કબૂલી છે. વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેનના દરવાજા પાસે પાણીની ડોલથી સ્નાન કરતો અને શેમ્પૂ કરતો જોવા મળે છે, જેનાથી અન્ય મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.

લોકો સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે વિવિધ યુક્તિઓ કરે છે. ક્યારેક તેઓ રીલ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આવા જ એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં નહાતા પોતાનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે આરપીએફએ કાર્યવાહી કરી એક શખ્સને ઝડપી લીધો છે.

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેનના દરવાજા પાસે પાણીની ડોલથી સ્નાન કરતો જોવા મળે છે. એટલું જ નહીં તે શેમ્પૂ પણ લગાવે છે અને પછી સ્નાન કરે છે. આ કારનામાથી ટ્રેનમાં મુસાફરોને પણ પરેશાન થતા જોવા મળે છે. એક મહિલા દૂર ઉભી રહેલી જોવા મળે છે, જે ભીના થવાથી બચવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ VIDEO : 6 પત્નીઓ, બધી એકી સાથે થઈ ગઈ ગર્ભવતી, ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે આ શખ્સ

વીડિયો અંગે ઉત્તર મધ્ય રેલ્વેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર ટ્રેનમાં નહાવાનો વીડિયો બનાવનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. વ્યક્તિએ રીલ બનાવીને લોકપ્રિયતા મેળવવા માટે આમ કર્યું હોવાનું સ્વીકાર્યું છે. આરપીએફએ તે વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરી રહી છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Social Media Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ