બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO : 'તું આની સાથે...' એક્સિડન્ટ પછી રાખડી બાંધી તો ભાઈ બનીને છોકરીની કરી કૂટાઈ, ધર્મ કરતાં ધાડ પડી

વાયરલ / VIDEO : 'તું આની સાથે...' એક્સિડન્ટ પછી રાખડી બાંધી તો ભાઈ બનીને છોકરીની કરી કૂટાઈ, ધર્મ કરતાં ધાડ પડી

Priyankka Triveddi

Last Updated: 12:59 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વીડિયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વિડીયો ખૂબ ડેન્જર્સ હોય છે અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડ વળી જાવ. ક્યાંક કોઈ દેસી જુગાડનો વીડિયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વીડિયો . અમુક એવા વિડીયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે આવા અવનવા વીડિયોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

Rakshabandhan Viral Video:

રક્ષાબંધન પર જે છોકરાઓને બહેનનાથી હોતી કે જે બહેનોને ભાઈ નથી હોતા તે આ સેલિબ્રેશનથી વંચિત રહી જાય છે. અને દિલમાં ક્યાંક ને ક્યાંક એ વાતનો વસવસો પણ રહી જાય છે. કોઈક વાઆર એવું પણ બને કે આવા છોકરાઓને અમુક બહેનો માનેલો ભાઈ બનાવીને રાખડી બાંધે છે. પણ શું આવું કરવું મોંઘું પડી શકે છે? આ થીમ પર એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરીને એક છોકરાને ભાઈ બનાવવો અઘરો પડી ગયો. શું છે આ વાયરલ વીડિયોમાં?

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તે જતાં એક વ્યક્તિ સાથે એક્સિડન્ટ થયો અને ત્યારબાદ માથાકૂટ થઈ અને આ બબાલમાંથી બચવા માટે તે છોકરીએ તાત્કાલિક એ છોકરાને પોતાનો ભાઈ બનાવી લીધો. અને આ પછી તે છોકરાએ પણ તકની લાભ લેતા તરત જ પોતાની ફરજ નિભવતા તેની નવી બનેલી બહેનને પૂછ્યું કે તે આ કયા છોકરા સાથે રખડી રહી છે અને તેમ કહીને તે છોકરીને રસ્તા પર જ ફટકારી.

અકસ્માત થતાં બચ્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી અને એક છોકરો 2 વ્હીલર પર જઈ રહ્યા છે. એટલામાં એક વ્યક્તિ અચાનક તેમની સાથે અથડાય છે. અને તે અથડાયો તે છોકરો કહે છે કે ' ઓય દેખાતું નથી કે શું?' એના જવાબમાં વેહિકલ ચલાવતો છોકરો કહે છે ' ઓ તારી બહે.. તને નથી દેખાતું?' જેના પર બીજી વ્યક્તિ કહે છે કે ' ભાઈ કઈ પણ બોલ પણ બહેન વિશે અપશબ્દ નહીં બોલ, મારી કોઈ બહેન નથી.' આમ કહીને તે દુખી થઈ જાય છે.

મળી ગઈ બહેન

આ સાંભળીને વેહિકલ પર બેઠેલી છોકરી કહે છે ' ભાઈ કોણે કીધું કે તમારી કોઈ બહેન નથી? આજથી હું તમારી બહેન અને હવેથી હું તમને રાખડી બાંધીશ.' આના પર તે ભાઈ પૂછે છે કે ' સાચે ? શું તુ મારી બહેન બનીશ?' જેવુ છોકરી હા પાડે છે કે તરત જ તે ભાઈ તે છોકરીનો હાથ મચકોડીને તેને પૂછે કે ' તો એક વાત કહે કે તું આ જે છોકરા સાથે રખડી રહી છે તે કોણ છે? કેમ તેની સાથે ફરી રહી છે.?' અને તેને ફટકારે છે. જેના પર છોકરી રીએક્ટ કરતાં કહે છે કે 'હજુ હમણાં તો બહેન બની છું.' પણ આમ છતાં તે ભાઈ અટકતો નથી અને કહે છે કે ચલ ઘરે તારા મમ્મી પપ્પા બધુ કહું છું. એટલે તને ખબર પડશે. છોકરી કહે છે કે ' એક તક આપો ભૈયા.' પરંતુ આ નવો ભાઈ કઈ સાંભળવા તૈયાર નથી અને પેલા છોકરા પાછળ પડી જાય છે કે ' તું મારી બહેનને લઈને કેમ રખડી રહ્યો છે.?'

આજ પછી વિચારીને બોલજે

જો કે આ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવાયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મારપીટ પણ નકલી છે. પરંતુ વીડિયો લોકોને મજેદાર લાગી રહયો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો @relatable_sulabh નામના અકાઉંટ પરથી શેર કરવામાં આવ્યો છે જેમાં કેપ્શન આપ્યું છે કે "Aaj k baad soch smj k bolegi 💀" ( આજ પછી વિચારીને બોલશે.)

વધુ વાંચો: VIDEO : રીલના ચક્કરમાં મહિલાએ સાડી લગાવી દીધી આગ, સળગતાં પાલવ સાથે કર્યો ડાન્સ

Vtv App Promotion 2

લોકોએ આ વીડિયોને ઘણો પસંદ કર્યો છે. વીડિયોના કમેન્ટ સેકશનમાં એક યુઝરે કમેન્ટ કરી છે કે ' ભાઈ પૂરતો બદલો લેશે.'

viral-video-comment

આ વીડિયો ભાઈ બહેનના એક ખાસ સંબંધ પર પ્રકાશ પાડે છે. જેમાં એક ભાઈ બહેન સાથે ફરતા દરેક છોકરાને શંકાની નજરે જોવે છે અને છોકરીઓને ઘરની બાહર એકલા ના જવા દેવાની વાત પર પણ કટાક્ષ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rakshabandhan Funny Video Accidental Sister Video Viral Video
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ