ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વાયરલે માઝા મુકી, હોસ્પિટલોમાં બાટલા અને ઘેર ઘેર દર્દીઓનાં ખાટલા

ભયાનક / અમદાવાદમાં વાયરલે માઝા મુકી, હોસ્પિટલોમાં બાટલા અને ઘેર ઘેર દર્દીઓનાં ખાટલા

Last Updated: 11:33 PM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્બન હેલ્થ સેન્ટરો, AMCHospitals તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધતી જાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ADVERTISEMENT

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી રોગચાળો ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે. બદલાતી ઋતુ અને વધતા વાતાવરણના ફેરફારોને કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ભારે ઉછાળો નોંધાયો છે. હકીકતમાં પરિસ્થિતિ એવી છે કે શહેરમાં દિવસે અંદાજે 15 હજાર નવા વાયરલ કેસ નોંધાઈ રહ્યા છે, જેના કારણે આરોગ્યયંત્રણા ચિંતિત બની ગઈ છે.

દર્દીઓનો રાફડો ફાટ્યો

અર્બન હેલ્થ સેન્ટરો, AMCHospitals તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ વધતી જાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઘણા દર્દીઓ સતત તાવ, ગાળાંનો દુખાવો, ઉધરસ, ઠંડી લાગવી અને શરીરમાં થાક જેવી ફરિયાદો સાથે સારવાર માટે પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો: ધર્મેન્દ્રના પાર્થિવ શરીરને સ્મશાન લઈ જતાં પહેલાં ઘર બહાર સળગાવાયો હતો દીપ, જાણો તેનો શું અર્થ

ખુબ જ ચોંકાવનારા આંકડા

ચાલુ વર્ષના આંકડાઓ પણ ચોંકાવનારા છે. મલેરિયાના કેસોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે – સાદા મલેરિયા 888 કેસ, જ્યારે ઝેરી (સિવિયર) મલેરિયા 193 કેસ નોંધાયા છે. શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 1501 અને ચિકનગુનિયાના 17 કેસ સામે આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે વરસાદ બાદના દિવસોમાં મચ્છરોનું પ્રમાણ વધતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો

પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો ચિંતાજનક રહ્યો છે. અશુદ્ધ પાણી અને ખોરાકના કારણે ઝાડા–ઉલટીના 5810 કેસ, કમળાના (હેપેટાઇટિસ) 2958 કેસ, ટાઈફોઈડના 3936 કેસ અને કોલેરાના 104 કેસ નોંધાયા છે. આદર્શ સ્વચ્છતા અને પીવાના પાણીની કાળજી ન લેવાતાં આવા રોગો સતત વધતા જાય છે.

હેલ્થ વિભાગ એક્ટિવ

હેલ્થ વિભાગ દ્વારા નાગરિકોને ખાસ સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે—હાથ ધોવું, શુદ્ધ પાણી પીવું, ઘર-આસપાસ મચ્છર ન પેદા થાય તે માટે જરૂરી પગલાં લેવા અને લક્ષણો જણાય તો તરત હોસ્પિટલ સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને AMCની ટીમો મેદાનમાં ઉતરી છે અને રોગચાળો નિયંત્રણ માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. નાગરિકોના સહકારથી જ શહેર આવી પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

homes full of patients Viral fever Ahmedabad hospitals overflowing with patients
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ