બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Vikram Sarabhai know unknown facts and incidents of ISRO founder Indian scientist

પુણ્યતિથિ / વિક્રમ સારાભાઈ, માત્ર 1 રૂપિયાના પગારે કામ કરનાર વૈજ્ઞાનિકની અજાણી વાતો

Megha

Last Updated: 09:56 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિક્રમ સારાભાઈને યુવાનીમાં રંગીન કપડા પહેરવાનો ખૂબ શોખ હતો. તેઓ હંમેશા લીલા, જાંબલી અને લાલ રંગના કપડા પહેરવાનું પસંદ કરતા હતા. સાથે જ તેઓ જમવાના પણ ખૂબ શોખીન હતા.

  • વિક્રમ સારાભાઈની પુણ્યતિથિ પર જાણો એમના વિશે કેટલીક અજાણી વાતો. 
  • વિક્રમ સારાભાઈ ISROના અધ્યક્ષ બન્યા ત્યારે મહિને 1 રૂપિયા પગાર લેતા. 
  • વિક્રમ સારાભાઈને યુવાનીમાં રંગીન કપડા પહેરવાનો ખૂબ શોખ હતો. 

વિક્રમ સારાભાઈ, જેમણે ભારતને અવકાશમાં પહોંચાડવાનું સપનું સેવ્યું અને સપનું સાકાર કરી બતાવ્યું. એક એવા ગુજરાતી, જેમણે દેશના વિકાસમાં એવું પ્રદાન આપ્યું, કે પેઢીઓ સુધી દેશ તેમનો ઋણી રહેશે. આવા આપણા પોતીકા ગુજરાતી વિક્રમ સારાભાઈની આજે પુણ્યતિથિ છે, ત્યારે કેટલાક એવા કિસ્સા અને બાબતો છે, જે જાણીને તમને થશે કે અરેરે, આવું અમને નહોતી ખબર? પણ ચિંતા ન કરશો, અમે તમને ડૉ. વિક્રમ સારાભાઈ વિશે કેટલીક અજાણી વાતો જણાવી રહ્યા છીએ. 

સાઈકલથી સ્ટંટ કરતા હતા વિક્રમ સારાભાઈ
વિક્રમ સારાભાઈ બાળપણથી જ સાહસી અને ક્રિએટિવ વ્યક્તિ હતા. 8 વર્ષની ઉંમરે તેઓ સાઈકલ ચલાવતા શીખી ગયા હતા અને સાઈકલથી સ્ટંટ કરીને પોતાના પરિવાર અને મહેમાનોને ચકિત કરી દેતા હતા. જ્યારે વિક્રમ સારાભાઈ પાંચ વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર શિમલા ફરવા ગયો હતો. અહીં વિક્રમે જોયું કે તેમના પિતાને રોજ પત્રો આવે છે. વિક્રમને આશ્ચર્ય થયું કે મને તો કોઈ પત્ર નથી લખતું! એટલે તેમણે પિતાની ઓફિસમાંથી કેટલાક કાગળ લીધા, તેના પર પોતાનું નામ અને એડ્રેસ લખીને પોસ્ટ કરી દીધા. હવે તેમના નામે રોજ પત્ર આવવા લાગ્યા. હવે આશ્ચર્ય પામવાનો વારો વિક્રમ સારાભાઈના પિતાનો હતો કે આટલા નાના બાળકને પત્રો કોણ લખે છે?

વાંચવા જેવુ: આજથી અમદાવાદનો ફ્લાવર શો શરૂ: ટિકિટ બુક કરાવતા પહેલાં આટલું જાણી લેજો, 150થી વધુ પ્રજાતિના રોપા બનશે આકર્ષણનું કેન્દ્ર

1 રૂપિયાના પગારે કરતા હતા કામ
વિક્રમ સારાભાઈના પિતા ઉદ્યોગપતિ હતા, પરંતુ તેમને અભ્યાસ પસંદ હતો. એટલે તેમણે ઈંગ્લેન્ડ જઈને કેમ્બ્રિજમાંથી ટ્રાઈપોઝની ડિગ્રી લીધી અને ભારત પરત આવ્યા. બાદમાં વિક્રમ સારાભાઈએ ભારતમાં જ વિજ્ઞાન ક્ષેત્રે કામ શરૂ કર્યું. 1962માં જ્યારે ભારત સરકારે તેમને ISROના અધ્યક્ષ નીમ્યા ત્યારે વિક્રમ સારાભાઈ મહિને માત્ર 1 રૂપિયાનો પગાર લેતા હતા. એટલું જ નહીં ખૂબ જ ઓછા ફંડમાં તેઓ ઈસરોનું કામ પણ કરતા હતા.  

રંગીન કપડાનો હતો શોખ
વિક્રમ સારાભાઈને યુવાનીમાં રંગીન કપડા પહેરવાનો ખૂબ શોખ હતો. તેઓ હંમેશા લીલા, જાંબલી અને લાલ રંગના કપડા પહેરવાનું પસંદ કરતા હતા. એટલે સુધી કે તેઓ રોજેરોજ અલગ અલગ રંગના કપડા પહેરતા હતા. પરંતુ લાંબા સમયે તેઓ માત્ર સાદા ખાદીના પાયજામા અને કુર્તા જ પહેરવા લાગ્યા હતા. જીવનના એક અરસા બાદ તેમણે સાદગી અપનાવી હતી. 

ભોજનનો પણ હતો શોખ
ડૉ. વિક્રમ સારાભાઈ જમવાના પણ ખૂબ શોખીન હતા. જો કે સાથે જ તેઓ પોતાના વજનને લઈને પણ જાગૃત રહેતા હતા. વિક્રમ સારાભાઈ રોજ સવારે સૂર્ય નમસ્કાર કરતા અને સમયાનુસાર સ્વિમિંગ પણ કરતા હતા. તેઓ હંમેસા નવી નવી વાનગીઓ ટ્રાય કરતા રહેતા હતા. એટલે તેમના ઘરમાં રોજેરોજ અલગ અલગ દેશની વાનગીઓ પણ બનાવવામાં આવતી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ