બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Flower show has started on the riverfront today, the flower show will be opened by Chief Minister Bhupendra Patel

Flower Show 2024 / આજથી અમદાવાદનો ફ્લાવર શો શરૂ: ટિકિટ બુક કરાવતા પહેલાં આટલું જાણી લેજો, 150થી વધુ પ્રજાતિના રોપા બનશે આકર્ષણનું કેન્દ્ર

Last Updated: 09:07 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

riverfront flower show: રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવરનો શો પ્રારંભ, 15 જાન્યુઆરી સુધી ચાલનાર આ ફ્લાવર શો માટે 7 લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને 400 મીટરનું ફલાવર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યું છે

  • રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની શરૂઆત
  • 15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો
  • સોમથી શુક્ર 50 રૂપિયા અને શનિ-રવિ 75 રૂપિયા ટિકીટ


Flower Show 2024: રિવરફ્રન્ટ પર આજથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો  ખુલ્લો મુકવામાં આવશે. જે 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. આપને જણાવી દઈએ કે, 7 લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને 400 મીટરનું ફલાવર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યું છે. 

શાળાના બાળકો માટે ફલાવરશોની એન્ટ્રી મફત
વાયબ્રન્ટ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્યમંદિર, વિક્રમ લેન્ડરની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. સોમથી શુક્ર 50 રૂપિયા અને શનિ-રવિ 75 રૂપિયા ટિકીટ રાખવામાં આવી છે. શાળાના બાળકો માટે ફલાવરશોની એન્ટ્રી મફત રહેશે

આ પ્રતિકૃતિ જોવા મળશે
AMCના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો શેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની તેમજ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જેવા મળશે જે એક આગવુ આકર્ષણ ઉભું કરશે.

આ શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી  મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે

વાંચવા જેવું: પતંગ રસિકોને મોજ પડી જાય તેવી આગાહી: જાણો આ વખતે કેવી રહેશે પવનની ગતિ, અંબાલાલ પટેલે આપ્યા ગુડ ન્યુઝ

ઓનલાઈન ટિકિટ બુક પણ કરી શકો છો
આપને જણાવી દઈએ કે, આ ફ્લાવર શો માટે તમે ઓનલાઈન પણ ટિકિટ બુક કરી શકો છે https://onelink.to/a8byfz પર amdapark એપ્લિકેશન દ્વારા ઓનલાઇન બુક કરી શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Flower Show Flower Show 2024 riverfront flower show ફલાવર સ્ટ્રકચર ફ્લાવર શો રિવરફ્રન્ટ પર ફલાવરો શો riverfront flower show
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ