બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Makar Sankranti 2024 uttarayan wind speed in gujarat

ખુશખબર / પતંગ રસિકોને મોજ પડી જાય તેવી આગાહી: જાણો આ વખતે કેવી રહેશે પવનની ગતિ, અંબાલાલ પટેલે આપ્યા ગુડ ન્યુઝ

Published By: Dhruv

Last Updated: 12:05 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જાય તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલે કહ્યું 'આ વખતે પવનની ગતિ સારી રહેશે.'

  • પતંગ રસિકો માટે સારા સમાચાર
  • અંબાલાલ પટેલે આપ્યા ગુડ ન્યુઝ
  • આ વખતે પવનની ગતિ સારી રહેશે

ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યાં. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કદાચ પતંગ રસિયાઓના મનમાં એ ચિંતા સતાવતી હશે કે આ વર્ષે ઉત્તરાયણ પર પવન કેવો હશે. કારણ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે સવાર-સવારમાં પવનની ગતિ સારી રહેતી હોય છે પરંતુ બપોર બાદ પવનની ગતિ ઓછી થઈ જતી હોય છે. આથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તરાયણના પવનને લઇ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે: અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં પતંગના રસિકો માટે સારા સમાચાર છે. આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે.' એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, હાલ સમગ્ર રાજ્ય (Gujarat) માં ઠંડીનું જોર યથાવત છે. એમાંય હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં તારીખ 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે.

 

પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા: અંબાલાલ

આ સિવાય અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને વધુ એક માઠી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, '29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6થી 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઇ રહી છે. ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડે તેવું અનુમાન છે.

વાંચવા જેવું: ધાબળાં કે સ્વેટર મૂકી ના દેતા... 48 કલાક બાદ ફરી ગુજરાતમાં થશે ઠંડીમાં વધારો, જાણો કેટલાં ડિગ્રી ઘટશે તાપમાન

ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. જાન્યુઆરી 1થી 5માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા રહેલી છે.

સંકળાયેલા મુદ્દાઓ

2024 Uttarayan Date and Time Kite Festival 2024 Makar Sankranti 2024 Uttarayan 2024 ઉત્તરાયણ ઉત્તરાયણ 2024 મકર સંક્રાતિ 2024 Makar Sankranti 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ