બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:26 PM, 28 December 2023
ADVERTISEMENT
gujarat wethar update: રાજ્યના હવામાનને લઈ ફરી એક વાર આગાહી સામે આવી છે. જે મુજબ આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે.

ADVERTISEMENT
રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે વાદળ છવાયા છે. ભેજના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. નલિયામાં તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ADVERTISEMENT
નલિયા ઠંડુ શહેર
રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહેતુ હોય છે. શિયાળાની શરુઆતથી નિલાયાનુ તાપમાન સતત ગગડતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બર પૂરો થવા આવ્યો છે તેમ છતા નલિયામાં 9 ડીગ્રીથી નીચુ તાપમાન ગયુ નથી. છેલ્લા 5 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં લઘુતમ તાપમાન પર નજર કરીએ તો નલિયા લઘુતમ તાપમાન 2022ના ડીસેમ્બર મહિનામાં 04.9 ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ, 2021ના ડીસેમ્બર મહિનામાં 2.5 ડીગ્રી તાપમાન, 2020ના ડીસેમ્બર મહિનામાં 3.2 ડીગ્રી, 2019ના ડીસેમ્બર મહિનામાં 3.6 ડીગ્રી, 2018ના ડીસેમ્બર મહિનામાં 4.4 ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ.
ADVERTISEMENT
અમદાવાદમાં પણ તાપમાન ગગડ્યું
આ તરફ અમદાવાદનુ લઘુતમ તાપમાન 2022ના ડીસેમ્બર મહિનામાં 12.9 ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ. 2021ના ડીસેમ્બર મહિનામાં 12.7 ડીગ્રી, 2020ના ડીસેમ્બર મહિનામાં 8.3 ડીગ્રી, 2019ના ડીસેમ્બર મહિનામાં 10.2 ડીગ્રી, 2018ના ડીસેમ્બર મહિનામાં 8.0 ડીગ્રી, 2017ના ડીસેમ્બર મહિનામાં 10.1 ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ. જોકે ચાલુ વર્ષે ડિસેમ્બર પુરો થવા આવ્યો છે. પરંતુ 12 ડીગ્રીથી નીચુ તાપમાન ગયુ નથી. એટલે કે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં જેવી ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી પડી શકી નથી
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.