બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / In the year 2023, a special change has been seen in the weather. The rainfall pattern has also changed since Biporzoi
Last Updated: 08:42 AM, 28 December 2023
ADVERTISEMENT
gujarat wethar update: વર્ષ 2023માં હવામાનમાં ખાસો પલટો જોવા મળ્યો છે. બિપોરઝોયથી લઈ વરસાદની પટર્ન પણ બદલાઈ છે. અલ નીનોની અસરોનો પણ ખાસો એવો પ્રભાવ જોવા મળ્યો છે. તેમજ તેની અસર મે 2024 સુધી જોવા મળશે.જે ઉપરાત ભારતની ઉત્તર-પશ્ચિમી વિક્ષેપ આવવાની શકયતા છે. જે નબળા આવતા દેશમાં શિયાળઆમાં પડતી ઠંડીમાં વિક્ષેપ આવવા જોઈએ તે પણ નબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

ADVERTISEMENT
હવામાનમાં ફેરફાર થશે
શિયાળામાં સારી ઠંડી ન પડે તો તેની અસર ખેતીપાક પર પડતી હોય છે. ઘઉં, રાઈ જેવા વિવિધ પાકને અસરકારક ઠંડીની જરૂર પડે છે. આ વર્ષના અંતમાં ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં અને જાન્યુઆરીમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન પર પડશે. 2 જાન્યુઆરીમાં સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભવનાઓ છે. 4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્ર ફેરફાર થવાની શક્યતા રહેશે.

ADVERTISEMENT
કમોસમી વરસાદ થવાની સંભવનાઓ
જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભવનાઓ છે. દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં થતી બરફ વર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગોત્રા થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.