બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઝડપથી બનાવી લીધું બોલિવૂડમાં સ્થાન
બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલના કરિયરનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. કોઈ પણ ન્યૂકમરને માટે આ સફળતા મેળવવી અશક્ય છે. ઉરી, સંજૂ અને રાઝી જેવી ફિલ્મોમાં કમાલનું પરફોર્મન્સ આપ્યા બાદ તેઓએ પોતાની લાઈફ સ્ટાઈલ પણ બદલી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આટલી કિંમત છે આ ઘડિયાળની
વિક્કી કૌશલે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે એક સુંદર ઘડિયાળ પહેરી છે. બ્લેક જેકેટ અને સુંદર કોટમાં વિક્કી ઘણો ડેશિંગ લાગી રહ્યો હતો. પણ શું તમે અંદાજ લગાવી શકો છો કે તેણે પહેરેલી ઘડિયાળની કિંમત શું હશે. ફોટોમાં વિક્કીએ પહેરેલી લેધર બેલ્ટ અને રોઝ ગોલ્ડની ઘડિયાળની કિંમત લગભગ 22 લાખ 80 હજાર રૂપિયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કઈ છે આવનારી ફિલ્મો
ADVERTISEMENT
વિક્કી કૌશલની છેલ્લી ફિલ્મ ઉરી- દ સર્જિકલ સ્ટ્રાઈક હતી. ત્યારબાદ ફેન્સ તેના આવનારા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં વિક્કી કૌશલની ફિલ્મ ભૂત, સરદાર ઉધમ સિંહ અને સૈમ માનેકશૉની બાયોપિક જોવા મળશે. આ સાથે જ તે અરિજિત સિંહના સિંગલ સોન્ગ પછતાઓગેમાં જોવા મળશે. આ ગીત ઘણું વાયરલ થયું છે. આ ગીત પર યૂઝર્સે અનેક ટીકટોક વીડિયોઝ બનાવ્યા છે અને સાથે ડાન્સ વીડિયો પણ શેર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.