ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં ઉડી પેટ્રોલ-ડીઝલ ખૂટવાની અફવા, હજારો લોકો પંપ પર દોડ્યાં, જાણો તંત્ર દ્વારા શું ખુલાસો અપાયો
Last Updated: 10:48 AM, 6 March 2026
ADVERTISEMENT
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધને લઈ પેટ્રોલ અને ડીઝલ ખૂટવાની અફવાઓ ફેલાતા અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પેટ્રોલપંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ-ડીઝલ પૂરાવવા માટે પેટ્રોલપંપ પર પહોંચી રહ્યા છે.
ADVERTISEMENT
પેટ્રોલ પંપ પર વાહનોની લાંતી કતારો લાગી
અફવાના કારણે ઘણા લોકો આગોતરા જ ઈંધણ ભરી લેવા દોડી આવ્યા હતા. ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર તેમજ બેરલ લઈને મોટી સંખ્યામાં ડીઝલ મેળવવા પેટ્રોલપંપ પર પહોંચ્યા હતા. જેના કારણે જિલ્લાના અનેક પેટ્રોલપંપ પર ભારે ભીડ અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ADVERTISEMENT

પેટ્રોલ પંપ સંચાલકોએ વેચાણ બંધ કર્યું
ADVERTISEMENT
એક સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટતા કેટલાક પેટ્રોલપંપ પર થોડા સમય માટે પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંચાલકોને તાત્કાલિક રીતે વેચાણ બંધ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચોઃ 7 માર્ચે અમદાવાદમાં સંભળાશે સાયરનનો અવાજ, પણ ડરતાં નહીં, જાણો શું કારણ
ADVERTISEMENT
પુરવઠા વિભાગે શું કહ્યું
આ વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગે પેટ્રોલ-ડીઝલની અછત અંગે ફેલાતી અફવાઓનું ખંડન કર્યું છે. વિભાગના અધિકારી પ્રતીક કુંભાણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની ઘટ નથી. લોકોએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને અનાવશ્યક રીતે પેટ્રોલપંપ પર ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.