ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 7 માર્ચે અમદાવાદમાં સંભળાશે સાયરનનો અવાજ, પણ ડરતાં નહીં, જાણો શું કારણ

ટ્રાયલ / 7 માર્ચે અમદાવાદમાં સંભળાશે સાયરનનો અવાજ, પણ ડરતાં નહીં, જાણો શું કારણ

Published By: Vishal Khamar

Last Updated: 10:19 AM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તા. 7 માર્ચના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં સાયરન વગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ટેસ્ટિંગના ભાગરૂપે સાયરન વગાડવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

ADVERTISEMENT

અમદાવાદમાં 7 માર્ચના રોજ શહેરના આકાશમાં સાયરનનો અવાજ સંભળાવાનો છે. આ અવાજ કોઈ આફત અથવા ઈમરજન્સી માટે નહીં, પરંતુ નવી સાયરન સિસ્ટમના ટેસ્ટિંગ માટે રહેશે. તેથી સાયરનનો અવાજ સંભળાય ત્યારે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી અને તેને માત્ર ટ્રાયલ પ્રક્રિયા જ છે.

સાયરન કેમ વગાડવામાં આવશે.

અમદાવાદ કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષખ એ.એ.શેખે જણાવ્યું હતું કે, નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા નવા આધુનિક સાયરનોની ખરીદી કરવામાં આવી રહી છે. આ ખરાદી પહેલા સાયરનની કાર્યક્ષમતા તેમજ તેના અવાજની મર્યાદા ચકાસવા માટે ટેસ્ટિંગ કરવામાં આવનાર છે. આ ટેસ્ટિંગનો મુખ્ય હેતુ આપતકાલિન સ્થિતિમાં સાયરન કેટલા અસરકારક છે તે ચકાસવાનો છે.

ટેસ્ટિંગ ક્યાં કરવામાં આવશે

લાલ દરવાજા કે તેની આસપાસના વિસ્તારમાં તમે રહેતા હોવ અથવા ત્યાંથી જવાના હોવ તો 07 માર્ચ 2026ના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે હોમગાર્ડ્ઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ. આ બે કલાક દરમિયાન સમયાંતરે અવાર-નવાર સાયરન વગાડવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારે જરૂરી દવાની યાદીમાં ફેરફાર કર્યો, 150 દવાનો ઉમેરો, કુલ થઈ 1479

તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સાયરન કોઈ દુર્ઘટના કે કટોકટીનો સંકેત નથી. જેથી કોઈએ પણ કોઈ પ્રકારની અફવા પર ધ્યાન આપવું નહીં. લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે. તેમજ નવા આધુનિક સાયરન આવવાથી ભવિષ્યમાં કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે ઉપયોગ કરી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad siren Ahmedabad Ahmedabad news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ