ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / vastu tips for fish aquarium never keep in bedroom and kitchen

વાસ્તુશાસ્ત્ર / ઘરે લાવવું છે ફિશ એક્વેરિયમ? તો પહેલા જાણી લેજો આ વાસ્તુ નિયમ, વધશે ધન-સંપત્તિ

Published By: Arohi

Last Updated: 03:10 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Aquarium: વાસ્તુ શાસ્ત્રમાં ફિશ એક્વેરિયમને ઘરમાં રાખવું અત્યંત શુભ મનવામં આવ્યું છે. પરંતુ જો તમને એક્વેરિયમ રાખવાના નિયમ અને જગ્યા નથી ખબર તો આ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.

ADVERTISEMENT

ઘરની બધી વસ્તુઓ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ન રાખવામાં આવી હોય તો તેનું જીવન પર ઉંડો પ્રભાવ થાય છે. આ વસ્તુઓમાં એક છે ફિશ એક્વેરિયમ, જેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી નકારાત્મક ઉર્જાને બહાર કાઢવામાં સક્ષમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફિશ એક્વેરિયમને રાખવાની યોગ્ય દિશા કઈ છે? જાણો ફિશ એક્વેરિયમના વાસ્તુ નિયમો વિશે.

એક્વેરિયમમાં કેટલી હોવી જોઈએ ફિશ? 
ફિશ એક્વેરિયમમાં વધારે કે ઓછી માછલીઓ ન રાખો. વાસ્તુ અનુસાર એક્વેરિયમમાં 9 માછલીઓ રાખવી સૌથી શુભ માનવામાં આવે છે જેમાં 8 નારંગી અને એક કાળી માછલી રાખવી જોઈએ. 

કઈ દિશામાં રાખવું જોઈએ એક્વેરિયમ? 
ફિશ એક્વેરિયમ રાખવાની સૌથી સારી જગ્યા ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની આ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને સ્ટ્રેસની સ્થિતિ ખતમ થઈ જાય છે. 

માછલી પાળવી છે ખૂબ જ શુભ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ઘરમાં માછલી પાળે છે તેના જીવનમાં સકારાત્મકતા વધે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. સૌભાગ્યની પ્રાપ્તી માટે તમે પણ પોતાના ઘરમાં ફિશ એક્વેરિયમ રાખી શકો છો. 

આ બે જગ્યાઓ પર ન રાખો ફિશ એક્વેરિયમ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફિશ એક્વેરિયમ ભુલથી પણ કિચનમાં ન રાખો. તેના ઉપરાંત તમે તેને બેડરૂમમાં પણ ન રાખો. જો તમે આ જગ્યાઓ પર એક્વેરિયમ રાખો છો તો તેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 

વધુ વાંચો: શું તમને પણ સવારમાં મોડા ઉઠવાની છે આદત? તો ચેતી જજો, નહીં તો ઘરમાં થઇ શકે છે દરિદ્રતાનો વાસ

આ દિશાઓમાં ન રાખો એક્વેરિયમ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં એક્વેરિયમ ન રાખવું જોઈએ. તેનાથી તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. માટે ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ એક્વેરિયમ ન રાખો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Aquarium bedroom vastu tips ફિશ એક્વેરિયમ વાસ્તુ શાસ્ત્ર Vastu Shastra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ