બ્રેકિંગ ન્યુઝ
સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને ઉઠવાને લઈને અને નવો દિવસ શરૂ કરવાને લઈને સૌથી ઉત્તમ સમય જણાવવામાં આવ્યો છે. પરંતુ મોટાભાગે લોકોને સવારે ઉઠવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. અમે તમને ત્રણ એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે સવારે જલ્દી ઉઠી શકશો અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના જીવનમાં લક્ષ્મીનું સ્વાગત કરી શકશો અને સફળતા પણ મેળવી શકશો.
ADVERTISEMENT

ઘણા લોકો ફરિયાદ કરે છે કે તે સવારે જલ્દી ઉઠવા માટે એક બે નહીં પરંતુ 3-3 એલાર્મ લગાવે છે છતાં તેમની આંથ નથી ખલતી. સવારે મોડા સુધી સુઈને આપણે આપણા ભાગ્યને સુવડાઈ દઈએ છીએ. સાથે જ અમૃતકાળનો પોતાના જીવનમાં યોગ્ય પ્રયોગ કરવાથી ચૂકી જઈએ છે.
ADVERTISEMENT
સનાતન ધર્મમાં મહત્વનું છે બ્રહ્મ મુહૂર્ત
હિંદૂ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનું ખૂબ જ મહત્વ છે. તેનો સમય સવારે 4 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી છે. આ સમયને દિવસનો સૌથી પુણ્યકર સમય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મુહૂર્તમાં ઉઠીને કામ કરવાથી સફળતા જરૂર મળે છે. તેની સાથે સાથે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે અને તમારા જીવનથી દરિદ્રતા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ મુહૂર્ત શુભ ન હોય તો પણ બ્રહ્મ મુહૂર્તમાં કામ કરવાથી વ્યક્તિને સફળતા મળે છે.

ADVERTISEMENT
સવારે ઉઠવાના અચુક ઉપાય
સવારનું નહીં, રાતનું અલાર્મ લગાવો
જો તમે સવારે જલ્દી ઉઠીને પોતાના જીવનને એક નવી દિશામાં લઈ જવા માંગો છો તો તેના માટે જરૂરી છે તમે સવારનું નહીં પરંતુ રાતનું એલાર્મ લગાવો. જી હાં, રાત્રે સમય પર સુવાનું એલાર્મ લગાવો અને પ્રયત્ન કરો કે જે પણ કામ કરી રહ્યા છો તેને બંધ કરી રાત્રે 9 વાગ્યા સુધી તમે પોતાના બેડ પર આવી જાઓ. પરંતુ બેડ પર આવવાનો મતલબ મોબાઈલ લઈને સુવાનો નથી.
બેડ પર આવ્યા બાદ તમે પોતાના શરીરને રિલેક્સ કરો જેમ કે પુસ્તક વાંચો કે ધ્યાન કરો. જ્યારે તમે રાત્રે સમય પર સુઈ જશો તો સવારે ઉઠવામાં મુશ્કેલી નહીં પડે. તેના ઉપરાંત સવારે જો એલાર્મ લગાવી રહ્યા છો તો એલાર્મને પોતાના બેડથી દૂર રાખો. જેથી તેને બંધ કરવા માટે તમારે ઉઠવું ન પડે.
ADVERTISEMENT
.jpg)
નક્કી કરો સવારનું રૂટીન
જ્યારે તમે કોઈ વસ્તુ માટે ઉત્સાહિત હોવ ત્યારે ઊંઘ નથી આવતી. એવામાં પોતાનું સવારનું રૂટીન એવું સેટ કરો કે તેને કરવામાં તમને મજા આવે અને તેના માટે ઉત્સાહિત થઈને તમે ઉઠશે. સવારે ઉઠીને તમે કોઈ પણ એવી પ્રવૃત્તિ કરો જે તમને પસંદ હોય તમને ઉત્સાહિત કરે.
ADVERTISEMENT
ડિનર લાઈટ કરો
સવારે જલ્દી ઉઠવામાં જો તમને સૌથી વધારે મુશ્કેલી આવી રહી છે તો તેનું કારણ શરીરની શિથિલતા છે. હેવી ડિનર કરી તમે ક્યારેય પણ સવારે જલ્દી ન ઉઠી શકો. આજ કારણ છે કે તમારે રાત્રે લાઈટ ભોજન કરવું જોઈએ. રાત્રે જે પણ તમે ખાઓ છો તેમાં એક જ નિયમ અપનાવો અનાજ અડધુ, શાક ડબલ. એટલે કે તમે 4 રોટલી ખાઓ છો અને એક વાટકી શાક તો 2 રોટલી અને 2 વાટકી શાક ભોજનમાં શામેલ કરો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.