ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 8 મહિના બાદ ફરીથી ખુલ્લો મુકાશે વડોદરાનો ગંભીરા બ્રિજ

વડોદરા / 8 મહિના બાદ ફરીથી ખુલ્લો મુકાશે વડોદરાનો ગંભીરા બ્રિજ

Published By: Vishal Khamar

Last Updated: 04:55 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના પાદરા-મુજપુર-ગંભીરા બ્રિજને 8 મહિના બાદ હવે ખુલ્લો મુકવામાં આવનાર છે. તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા ટ્રાયલ કરવામાં આવશે.

ADVERTISEMENT

વડોદરા જિલ્લાના પાદરા–મુજપુર માર્ગ પર આવેલ ગંભીરા બ્રિજ લાંબા સમયથી બંધ રહ્યા બાદ હવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, આ બ્રિજને 1 એપ્રિલથી ટ્રાયલ આધારે શરૂ કરવામાં આવશે.

ગત 8 મહિનાથી બ્રિજ બંધ હોવાના કારણે આસપાસના ગામો અને શહેરોમાં રહેતા હજારો લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દૈનિક આવન-જાવન માટે લોકોને લાંબું ફરીને જવાનો વારો આવતો હતો. જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યય થતો હતો.

તૂટેલા બ્રિજ પર સ્ટીલનું માળખું લગાવવામાં આવ્યું

બ્રિજના નુકસાનગ્રસ્ત ભાગને સુધારવા માટે તેમાં મજબૂત સ્ટીલનું માળખું સ્થાપિત કરવામાં આવ્યું છે. સાથે જ, વાહન વ્યવહારને સુરક્ષિત બનાવવા માટે રોડ સેફ્ટી ગાર્ડરેલ પણ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને મોટા અને ભારે વાહનો બ્રિજ પરથી પસાર ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ સાબરકાંઠાના દલપુરમાં દીવાલ ધરાશાઈ, એકનું મોત, બે ઘાયલ

બ્રિજની મજબૂતી અને સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે

માર્ગ મકાન વિભાગ દ્વારા 1 એપ્રિલના રોજ ટ્રાયલ રન કરીને બ્રિજની મજબૂતી અને સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. ટ્રાયલ સફળ રહેશે તો તરત જ સામાન્ય વાહન વ્યવહાર માટે બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજ ફરી શરૂ થતા હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે અને વિસ્તારના પરિવહન વ્યવસ્થામાં ફરીથી સુગમતા આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara News Gambhira Bridge

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ